ગુજરાતમાં આજે લાભ પાંચમથી તમામ માર્કેટ યાર્ડ કામકાજનો શુભારંભ

દિવાળીની રજાઓ પૂર્ણ થતાં માર્કેટિંગ યાર્ડસમાં ખરીફ પાકની આવકનો પ્રારંભ, રાજકોટ યાર્ડની બહાર વાહનોની લાંબી લાઈનો લાગી, ગોંડલ અને ડીસા યાર્ડમાં મગફળીની ધૂમ આવક અમદાવાદઃ ગુજરાતના તમામ એપીએમસી યાને માર્કેટ યાર્ડ્સમાં દિવાળીની રજાઓ બાદ આજે લાભ પાંચમથી ખરીદ-વેચાણનો શુભારંભ થયો હતો. જેમાં ખેડુતો મગફળી, કપાસ સહિત ખરીફ પાક વેચવા માટે આવ્યા હતા. રાજકોટના માર્કેટ યાર્ડમાં […]

અમદાવાદમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં કરેલા ગટરોના જોડાણો કાપવા કરાયો આદેશ

તળાવોમાં ઠલવાતા દૂષિત પાણીને રોકવા મ્યુનિ.કમિશનરે કરી તાકિદ, મ્યુનિના તમામ તળાવોની જાળવણી માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ, તળાવો પીપીપી ધોરણે ડેવલપ કરાશે અમદાવાદઃ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નાંખીને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોમાં વરસાદી પાણી ઠલવાઈ એવું આયોજન કરાયુ છે. પણ મ્યુનિના જ કેટલાક કર્મચારીઓના મેળપીપણામાં સ્ટ્રોમ વોટર લાઈન […]

અમદાવાદમાં દિવાળીના તહેવારો દરમિયાન અકસ્માતના 5 બનાવો, 6નાં મોત

SP રિંગ રોડ પર પીકઅપ વાન સાથે કાર અથડાતા એકનું મોત, ગોતા બ્રિજ પાસે કારે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત, સરખેજમાં પાણીના ટેન્કરની અડફેટે બાળકનું મોત, સ્કુટરએ બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પિતા-પૂત્રનું મોત અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂર્ણ થતાં આજે લાભ પાંચમથી વેપાર-ધંધા રાબેતા મુજબ ધંધમવા લાગ્યા છે. દિવાળીના પર્વ દરમિયાન શહેરમાં જુદાજુદા અકસ્માતોના 5 […]

રિન્યૂએબલ એનર્જી ક્ષમતા વધારવા ગુજરાત સતત પ્રયત્નશીલ

અમદાવાદઃ ગુજરાત રાજ્યએ ઓક્ટોબર-2024માં રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે અને એ સાથે દેશમાં રીન્યૂએબલ ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. આવી અભૂતપૂર્વ સિદ્ધીઓ થકી ગુજરાત રાજ્ય રૂફટોપ સોલાર અને પવન ઊર્જા ઇન્સ્ટોલેશનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ ઉપલબ્ધિની સાથે ગુજરાતે ભવિષ્ય માટે રીન્યૂએબલ એનર્જી […]

ભારતમાં ખરીફ અનાજનું કુલ ઉત્પાદન 1647.05 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ

નવી દિલ્હીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ 2024-25 માટે મુખ્ય કૃષિ પાકો (ખરીફ માત્ર)ના ઉત્પાદનનો પ્રથમ આગોતરો અંદાજ જાહેર કર્યો છે. આ અંદાજો મુખ્યત્વે રાજ્યો પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યો પાસેથી પ્રાપ્ત પાકના વિસ્તારને રિમોટ સેન્સિંગ, વીકલી ક્રોપ વેધર વોચ ગ્રૂપ અને અન્ય એજન્સીઓ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી સાથે માન્યતા આપવામાં આવી છે […]

દરેક યુગમાં ભારતમાં મહાન ગુરુઓ, દ્રષ્ટાઓ અને સાધકો થયા: રાષ્ટપતિ

મુંબઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ (IBC)ના સહયોગથી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત પ્રથમ એશિયન બૌદ્ધ સમિટમાં ભાગ લીધો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત ધર્મની ધન્ય ભૂમિ છે. દરેક યુગમાં, ભારતમાં મહાન ગુરુઓ અને રહસ્યવાદીઓ, દ્રષ્ટાઓ અને સાધકો થયા છે જેમણે માનવજાતને અંદર શાંતિ અને બહાર સંવાદિતા શોધવાનો માર્ગ […]

ભારત અને અલ્જેરિયા વચ્ચે સંરક્ષણ સહયોગ માટે ઐતિહાસિક કરાર

નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અલ્જેરિયા સાથે સંરક્ષણ સહયોગ માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ ભારત પરત ફર્યા. તેઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ અલ્જીરિયાની ચાર દિવસીય મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે ભારતીય સૈન્ય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. આ મુલાકાત ભારત-અલ્જેરિયા સંબંધોને વધુ મજબૂત કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ હતો, જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code