વારાણસી: કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને હેટ સ્પીચ આપવા બદલ નોટિસ

આરોપ છે કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કોવિશિલ્ડ રસીની આડ અસરો અંગે મહામંડલ નગર લહુરાબીરમાં તેમના કેમ્પ ઓફિસમાં 30 એપ્રિલ, 2024 ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. કોઈપણ પુરાવા વગર તેમણે પ્રધાનમંત્રી પર અભદ્ર ટિપ્પણી કરી અને તેમને હત્યારા ગણાવ્યા. જે આદર્શ આચાર સંહિતાના ભંગની શ્રેણીમાં આવે […]

મારો પેલેસ્ટાઇન સાથે એટલોજ ગાઢ સંબંધ છે, જેટલો ઇઝરાયેલ સાથેઃ PM મોદી

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન પહેલા PM મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં PM મોદીએ ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમ ભેદભાવના વિપક્ષના આરોપો પર મોટો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું કે, રમઝાન દરમિયાન અમે ગાઝામાં ખાસ દૂત મોકલ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મેં રમઝાન મહિનામાં ગાઝામાં બોમ્બ ધડાકા રોકવા માટે […]

મુંબઈ સ્થિત જર્મન કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી

અમદાવાદઃ જર્મનીના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2024માં જર્મની પાર્ટનર કન્ટ્રી રહ્યું હતું, તેનો ઉલ્લેખ કરી સમિટની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહીં, આ સમિટમાં સસ્ટેઈનેબલ ગ્લોબલ સપ્લાય ચેઈન-ઈન્ડો જર્મન પરસ્પેક્ટિવ અંગે કન્ટ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલું તેની […]

ભારતનું કન્ઝ્યુમર માર્કેટ 2031 સુધીમાં બમણું થઈ જશે: નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, વર્ષ 2031 સુધીમાં ભારતના ગ્રાહક બજારનું કદ બમણું થઈ જશે અને આગામી 5 વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન વધીને 18 ટકા થઈ જશે. નાણામંત્રી બિઝનેસ ચેમ્બર CIIની વાર્ષિક બિઝનેસ સમિટ 2024ને સંબોધિત કરતા દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભારે બહુમતી […]

ભારતમાં સરહદ પારના આતંકવાદ મુદ્દે સહનશીલતા ખુબ ઓછીઃ ડો. જયશંકરની પાકિસ્તાનને ચેતવણી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓને લઈને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે પડોશી દેશને તેના પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી છે. CII વાર્ષિક બિઝનેસ સમિટ 2024માં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કોઈપણ પ્રકારની સીમા પાર આતંકવાદી પ્રવૃત્તિ માટે બહુ ઓછી સહનશીલતા ધરાવે છે. જો આવું કંઈ થશે તો […]

ગુજરાતઃ માવઠાના કારણે થયેલા નુકસાન અંગે સર્વે કરવાની સરકારનો નિર્દેશ

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા આ માવઠાના કારણે ભારે નુકસાન પણ થયું હતું. સાથે જ ખેડૂતોના ઉનાળુ પાકને પણ નુકસાન થયુ હતું. ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વે કરવાની સૂચના આપી છે. આ અંગે સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, […]

નરેન્દ્ર મોદી વર્ષ 2024 જ નહીં 2029માં પણ વડાપ્રધાન બનશેઃ રાજનાશ સિંહ

લખનૌઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન યોજાયું હતું. હવે પાંચમાં તબક્કામાં મતદાન યોજાશે. ભાજપા દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં 400થી વધારે બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code