અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનનો દાવો, ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ છંછેડયો હતો રામજન્મભૂમિનો મધપૂડો
કોર્ટે ધવનને સવાલ કર્યો કે ભગવાનનું સ્વયંભૂ હોવું શું સામાન્ય પ્રક્રિયા છે?
ધવને ઈકબાલની શાયરીનો ઉલ્લેખ કરીને રામને ગણાવ્યા ઈમામ-એ-હિંદ
અયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં મંગળવારે 25મા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણીય ખંડપીઠે મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને સવાલ કર્યો કે ભગવાનું સ્વયંભૂ હોવું શું સામાન્ય પ્રક્રિયા છે? આ કેવી રીતે સાબિત કરીશો કે રામનો જન્મ ત્યાં થયો હતો કે નહીં?
આના પર રાજીવ ધવને કહ્યુ છે કે આ તો મુશ્કેલી છે. રામજન્મસ્થાનનો મધપૂડો તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1855માં છેડયો અને હિંદુઓને ત્યાં રામચબૂતરા પર પૂજાપાઠની મંજૂરી આપી. ધવને ઈકબાલની શાયરીનો ઉલ્લેખ કરતા રામને ઈમામે હિંદ ગણાવતા તેમના પર નાજ હોવાની વાત કરી હતી. પરંતુ બાદમાં કહ્યુ કે બાદમાં તેઓ બદલાઈ ગયા હતા અને પાકિસ્તાનના ટેકેદાર બની ગયા હતા.
જસ્ટિસ અશોક ભૂષણે રાજીવન ધવનને તે પેરેગ્રાફ વાંચવાનું કહ્યું, કે જેમાં એ કહેવામાં આવ્યું હતું કે હિંદુ જન્મસ્થાન સિદ્ધ કરી દો, તો મુસ્લિમ પક્ષ દાવો અને ઢાંચો ખુદ જ ધ્વસ્ત કરી દેશે. આના પર રાજીવ ધવને પેરેગ્રાફ વાંચ્યો. ધવને કહ્યુ કે ઘંટડીઓના ચિત્ર, મિનાર અને વજૂખાનું નહીં હોવાથી મસ્જિદના અસ્તિત્વ પર કોઈ ફરક પડતો નથી.
જસ્ટિસ બોબડેએ એક મૌલાનાના સ્ટેટમેન્ટને વાંચવાનું કહ્યું, જેનું ક્રોસ એક્ઝામિનેશન થયું ન હતું. એટલે કે મૌલાનાને ટાંકીને કરવામાં આવેલી રાજીવ ધવનની દલીલ શૂન્ય થઈ ગઈ, કારણ કે ક્રોસ એક્ઝામિનેશન પહેલા જ મૌલાનાનો ઈંતકાલ થઈ ગયો હતો.