Site icon Revoi.in

એનએસઈ અને બીએસઈ લીલા નિશાન સાથે ખુલ્યાં

Social Share

મુંબઈઃ ભારતીય શેરબજાર સારી મજબૂતી સાથે ખુલ્યાં હતા, અને સેન્સેક્સ 72 હજારના સ્તરે ખુલ્યો હતો. આઈટી શેર અને બેંક શેરમાં ઉછાળાને કારણે શેરબજારને મજબૂત સપોર્ટ મળ્યો હતો, બેન્ક નિફ્ટી અને આઈટી ઈન્ડેક્સની મજબૂતાઈને કારણે બજારમાં વૃદ્ધિનો લીલો સંકેત જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકાના મજબૂત વધારા સાથે કારોબાર કરી રહ્યો હતા. વધતા શેરોની સંખ્યા 1400 થી વધુ અને ઘટતા શેરની સંખ્યા 200 આસપાસ હતી, તેથી એડવાન્સ-ડિક્લાઈન રેશિયો પણ પોઝિટિવ જોવા મળ્યો હતો.

આજના કારોબારમાં, BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 58.63 પોઈન્ટ વધીને 72,000 ના સ્તર પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતુ અને NSE નો 50 શેર ઈન્ડેક્સ નિફ્ટી 38.15 પોઈન્ટ અથવા 0.18 ટકાના વધારા સાથે 21,775 ના સ્તર પર ખુલ્યો હતો. BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 22 સારા ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો અને માત્ર 8 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. સૌથી વધુ વધતા 22 શેરોમાં, વિપ્રો 1.34 ટકા અને ટાટા મોટર્સ 1.16 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યો હતો.

ભારતી એરટેલ 1.11 ટકા, ઇન્ફોસિસ 1.07 ટકા અને ટેક મહિન્દ્રા 1.04 ટકા ઉપર રહ્યો હતો. TCSમાં 0.92 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તેના આધારે જોઈ શકાય છે કે સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં IT શેરોનો દબદબો હતો. આજે નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેરો ગ્રીન બુલિશ સાઇનમાં અને 11 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. નિફ્ટીના ટોપ ગેનર્સમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. જ્યારે હિન્દાલ્કો અને વિપ્રો વધીને ટ્રેડ કરી રહ્યો હતો. આ ઉપરાંત ટેક મહિન્દ્રા 1.05 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો હતો.