Site icon Revoi.in

કટાક્ષ બાદ સ્પષ્ટીકરણ: રામમંદિર મામલે ઉતાવળમાં નથી RSS, ભૈયાજી જોશીએ આપી 6 વર્ષ બાદની તારીખ

Social Share

અયોધ્યામાં રામમંદિર નિર્માણની તારીખને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે રામમંદિરનું નિર્માણ આજે શરૂ થશે, તો 2025ના વર્ષમાં પૂર્ણ થશે. આ નિવેદન તેમના પહેલાના નિવેદનના સ્પષ્ટીકરણ તરીકે આવ્યું છે. તેમણે કહ્યુ છે કે અમારી ઈચ્છા છે કે 2025 સુધીમાં અયોધ્યામાં રામમંદિર બની જાય. મે 2025માં નિર્માણકાર્ય શરૂ કરવાની વાત કરી નથી, આજે શરૂ થશે તો પાંચ વર્ષમાં બનશે. અહીં ભૈયાજી જોશી 2025માં રામમંદિર નિર્માણ પૂર્ણ થવાની વાત કેમ કરી રહ્યા છે? તેવો સવાલ અવશ્ય થાય. તો 1925માં સ્થપાયેલા આરએસએસને 2025માં 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેવામાં આરએસએસ દ્વારા રામમંદિર નિર્માણ માટે સરકારને પુરો સમય આપવાનું વલણ અપનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. એક તરફ દેશભરમાં જ્યાં રામમંદિર નિર્માણને લઈને માગણી તેજ થઈ રહી છે, તો બીજી તરફ આરએસએસનનું નિવેદન સરકાર માટે મોટી રાહતના સમાચાર લઈને આવ્યું છે.

માનવામાં આવતું હતું કે અયોધ્યામાં રામમંદિર નિર્માણની પહેલ નહીં થવાને કારણે નારાજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હવે કેન્દ્રની મોદી સરકાર પર સીધું નિશાન સાધવાનું શરૂ કર્યું છે. આરએસએસને લાગે છે કે જો મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે, તો પણ રામમંદિર નિર્માણને લઈને કોઈ પહેલ કરશે નહીં. આના સંદર્ભે આરએસએસના બીજા ક્રમાંકે શીર્ષસ્થ નેતા સરકાર્યવાહ ભૈયાજી જોશીએ ગુરુવારે પ્રયાગરાજ ખાતેના કુંભમેળામાં આયોજિત એક કાર્યક્રમમાં મોદી સરકાર પર આડકતરું નિશાન સાધતા વ્યંગાત્મક લહેજામાં જણાવ્યુ હતુ કે રામમંદિર 2025ના વર્ષમાં બનશે.

ભૈયાજી જોશીએ કહ્યુ છે કે જ્યારે રામમંદિરનું નિર્માણ શરૂ થઈ જશે, ત્યારે દેશ ઝડપથી વિકાસ કરવા લાગશે. આ કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે રામમંદિર નિર્માણને લઈને હજીપણ ઘણા પડકારો છે. આવા પડકારોનો સામનો કરવાની જરૂરત છે. આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ જણાવ્યુ છે કે અયોદ્યામાં રામમંદિર માત્ર એક મંદિરનું નિર્માણ નથી. પરંતુ તે કરોડો હિંદુઓની આસ્થા અને સમ્માન સાથે પણ જોડાયેલું છે. કુંભ મેળામાં હરિદ્વારની સંસ્થા દિવ્ય પ્રેમસેવા મિશન દ્વારા આયોજિત કરવામાં આવેલા એક સેમિનારમાં સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ માત્ર રામમંદિર જ નહીં, પરંતુ વિકાસના મુદ્દાઓ પર પણ મોદી સરકાર પર આકરા વાકપ્રહારો કર્યા હતા.

સંઘની સીધી વાત રામમંદિર બન્યા બાદ થશે દેશનો વિકાસ

ભૈયાજી જોશીએ કહ્યુ છે કે વિકાસને ગતિ ત્યારે મળશે, જ્યારે 2025માં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થશે. તેમણે કહ્યુ છે કે ભારત એવી રીતે જ ઝડપથી આગળ વધશે,  કે જેવું 1952માં સોમાનાથ મંદિરના નિર્માણ બાદ થયું હતું અને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા. ભૈયાજી જોશીએ મોદીરાજમાં ભારતના ફરીથી વિશ્વગુરુ બનવાના માર્ગ પર ચાલવાના દાવાઓને પણ નજરઅંદાજ કર્યા છે અને કટાક્ષ કરતા કહ્યુ છે કે ભારત લગભગ 150 વર્ષ બાદ વિશ્વગુરુ બની જશે.

ભાષણ બાદ જ્યારે ભૈયાજી જોશી સાથે આના સંદર્ભે વાત કરવાની કોશિશ કરવામાં આવી, તો તેમણે કેમેરા પર મીડિયાકર્મીઓ સાથે કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. જો કે તેમણે કેમેરાથી અલગ વાતચીતમાં એટલું જરૂરથી જણાવ્યુ હતુ કે રામમંદિર પર તમામ પોતપોતાના મનમાફક નિવેદન આપી રહ્યા છે, તો 2025માં રામમંદિર બનવાની વાત તેમણે પોતાની ઈચ્છાથી જણાવી દીધી છે. ભૈયાજી જોશીએ આ કાર્યક્રમમાં હિંદુ સમાજના જ્ઞાતિઓમાં વિભાજીત થવાના મામલે અફસોસ વ્યક્ત કર્યો અને તેમણે હિંદુ સમાજની એકતા પર ભાર મૂક્યો હતો.

હિંદુઓની લાગણીઓને ધ્યાનમાં રાખવામાં આવે

મહત્વપૂર્ણ છે કે સંઘના કેટલાક નેતાઓનું માનવું છે કે જો ભાજપને સત્તા મળી છે, તો ભાજપે રામમંદિર નિર્માણની પહેલ કરવી જોઈતી હતી, કારણ કે લોકોએ મોદી સરકારને એટલા માટે ચૂંટી હતી કે જનતાનું માનવું હતું કે સરકાર હિંદુઓની લાગણીઓનું ધ્યાન રાખશે. પરંતુ સત્તામાં આવ્યા બાદ સરકારની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે કોર્ટના ચુકાદા બાદ જ સરકાર રામમંદિર નિર્માણ સંદર્ભે કોઈ નિર્ણય કરશે. બાદમાં રામમંદિર નિર્માણની તરફેણમાં અવાજ બુલંદ કરનારાઓની ભ્રમરો પણ વંકાઈ છે.

અયોધ્યામાં રામમંદિર નિર્માણની પહેલ નહીં થવાને કારણે નારાજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હવે કેન્દ્રની મોદી સરકાર પર સીધું નિશાન સાધવાનું શરૂ કર્યું છે. આરએસએસને લાગે છે કે જો મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે, તો પણ રામમંદિર નિર્માણને લઈને કોઈ પહેલ કરશે નહીં.

આના સંદર્ભે આરએસએસના બીજા ક્રમાંકે શીર્ષસ્થ નેતા સરકાર્યવાહ ભૈયાજી જોશીએ ગુરુવારે પ્રયાગરાજ ખાતેના કુંભમેળામાં આયોજિત એક કાર્યક્રમમાં મોદી સરકાર પર આડકતરું નિશાન સાધતા વ્યંગાત્મક લહેજામાં જણાવ્યુ હતુ કે રામમંદિર 2025ના વર્ષમાં બનશે.