સોનાક્ષી સિન્હા પર છેતરપિંડીનો આરોપ
24 લાખ રુપિયાનો મામલો
દબંગ ગર્લના ઘરે આવી પોલીસ
બૉલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા હાલ ચર્ચાનો વિષય બની છે .એક રિપોર્ટસ મુજબ સોનાક્ષીએ 13 સપ્ટેમ્બર 2018ના રોજ એક સ્ટેજ પરફોર્મ કરવાનું હતું , ત્યારે સોનાક્ષી પર આરોપ લાગ્યો છે કે આ પરફોર્મ માટે તેણે 24 લાખ રુપિયા લીધા હતા છતા પણ સોનાક્ષી આ ઈવેન્ટમા પહોંચી ન હતી ત્યાર બાદ તેના પર છેતરપિંડીનો કેસ ઉત્તરપ્રદેસના મોરારાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવ્યો હતો.
જ્યારે મોરારાબાદ પોલીસે છેતરપિંડીના કેસને લઈને સોનાક્ષી સિન્હાના મુંબઈ સ્થિત જુહુ વિસ્તારના ઘરે પહોંચી હતી, સોનાક્ષીનું ઘર જુહુ વિસ્તારમાં હોવાથી મોરારાબાદ પોલીસે જુહુ પોલીસની મદદ લીધી પરંતુ જ્યારે પોલીસ સોનાક્ષીના ઘરે પહોંચી તો સોનાક્ષી હાજર ન હોવાથી પોલીસ ત્યાથી રવાના થઈ ગઈ હતી. જ્યારે મોરારાબાદ પોલીસની ટીમ સોનાક્ષીના બયાનની રાહ જોઈ રહી છે. રિપોર્ટના મુજબ ફરી એકવાર સોનાક્ષીના ઘરે પોલીસ આવી શકે છે ત્યારે આ બાબતમાં સોનાક્ષીના મેનેજમેન્ટનું કહેવું છે કે સોનાક્ષી પર લગાવામાં આવેલા તમામ આરોપ જૂઠા છે આ માત્ર તેની ઈમેજને ખરાબ કરવા માટે આવું કરવામાં આવી રહ્યુ છે.