Site icon Revoi.in

પાકિસ્તાનઃ ઈમરાન ખાન અને તેમની પત્નીને તોશાખાના સંબંધિત અન્ય કેસમાં નિર્દોષ છોડવાની અરજી કોર્ટે ફગાવી

Social Share

લાહોરઃ પાકિસ્તાનની એક અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના સંબંધિત અન્ય એક કેસમાં નિર્દોષ છોડવાની અરજીને ફગાવી દીધી છે. ખાસ ન્યાયાધીશ, સેન્ટ્રલ ઇસ્લામાબાદ દ્વારા સુનાવણી દરમિયાન તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આવતા સપ્તાહે સોમવારે તેમની સામે ઔપચારિક રીતે આરોપો ઘડવામાં આવશે. ઈમરાન અને તેની પત્ની પર સત્તામાં રહીને સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને સરકારી ભેટો રાખવા અને વેચવાનો આરોપ છે. જો કે, તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમણે કોઈ ખોટું કર્યું નથી.

વર્ષ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનની સરકાર પડી ત્યારથી લઈને અત્યાર સુધી તેમને દસથી વધુ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. તે છેલ્લા એક વર્ષથી કસ્ટડીમાં છે.