Site icon Revoi.in

પીએમ બનવાના કોડ સાથે યશવંતસિંહાનો દાવો, ગડકરીના વડાપ્રધાન બનવાની કોઈ સંભાવના નથી!

Social Share

ભાજપના ભૂતપૂર્વ નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ ખુદને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા છે. દિલ્હીના શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે ખુદને રોજગાર પેદા કરનારા, સડકો, ફેક્ટરીઓ અને શહેરના નિર્માણકર્તા ગણાવતા પોતાનું નામ આ રેસમાં આગળ વધાર્યું છે.

યશવંતસિંહાએ કહ્યુ હતુ કે તમે 1.2 કરોડ રોજગારની વાત કરો છો. તેઓ એ લાખો કિલોમીટર સડક નિર્માણની વાત કરે છે કે જેનું આપણે નિર્માણ કરવાનું છે. આપણે ખેતી, સિંચાઈ, પ્રોજેક્ટ, ભંડારણ ક્ષમતા માટે કામ કરવું જોઈએ. નવી ટાઉનશિપ બનાવવાની જરૂરિયાત છે. જો આપણે આ બધું કામ કરીએ છીએ, તો માત્ર 1.2 કરોડ નહીં, પરંતુ બે કરોડ, ત્રણ કરોડ રોજગારો પ્રતિ વર્ષ પેદા કરી શકીશું. પરંતુ તેઓ આ કામ કરી રહ્યા નથી. સમસ્યા આ છે. માટે આપણે એવા વ્યક્તિની તલાશ કરવાની જરૂરિયાત છે. કે જે આના સંદર્ભે કામ કરી શકે.

સત્ર દરમિયાન તેમને પુછવામાં આવ્યું કે આવો વ્યક્તિ કોણ છે? તેના જવાબમાં યશવંત સિંહાએ કહ્યુ હતુ કે કોઈ નહીં, પણ તેઓ આની સૌથી નજીક છે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા સંદર્ભેના સવાલ પર યશવંતસિંહાએ કહ્યુ હતુ કે ગડકરી માટે કોઈ આશા નથી. તેવો આવું એટલા માટે કહી રહ્યા છે, કારણ કે તેઓ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની ભાજપ પરની પડકર જાણે છે. જેના કારણે આગામી ચૂંટણીમાં 200થી ઓછી બેઠકો આવવા છતાં તેઓ નેતૃત્વ છોડવાના નથી.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં કોલકત્તામાં આયોજીત ટીએમસીના સમારંભમાં શત્રુઘ્નસિંહા, યશવંતસિંહા અને અરુણ શૌરી જેવા ભાજપના અસંતુષ્ટ નેતાઓએ શનિવારે વિપક્ષી નેતાઓની સાથે મંચ શેયર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને હટાવવાની હાકલ કરી હતી.

આ ત્રણેય નેતા અટલ બિહારી વાજપેયીની સરકારમાં પ્રધાનો હતા. પરંતુ ભાજપના હાલના નેતૃત્વથી તેમનો મતભેદ વખતોવખત સામે આવતો રહ્યો છે. યશવંતસિંહાએ કહ્યુ હતુ કે તેઓ પાર્ટીને આઈનો દેખાડવાનું ચાલુ રાખશે.

કોલકત્તા ખાતેની 22 વિપક્ષોની મહારેલીમાં યશવંતસિંહાએ મોદી સરકાર પર શાબ્દિક હુમલો કરતા આરોપ લગાવ્યો હતો કે આઝાદી પછીની આ પહેલી કેન્દ્ર સરકાર છે કે જે વિકાસના આંકડાઓની સાથે છેડછાડ કરી રહી છે. તેઓ સરકારની ટીકા કરનારાઓને દેશદ્રોહી અને સરકારના વખાણ કરનારાઓને દેશભક્ત ગણાવે છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાએ ખુદને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવતા રોજગારના અવસરો પેદા કરવાની પદ્ધતિ પણ જણાવી હતી. જ્યારે તેમને દેશના આગામી વડાપ્રધાન પદના ઉમેદવાર સંદર્ભે સવાલ કરવામાં આવ્યો હતો, તેના જવાબમાં યશવંત સિંહાએ કહ્યુ છે કે આની સૌથી નજીક તેઓ છે. તેમણે કહ્યુ છે કે તેમના દિમાગમાં દેશની અર્થવ્યવસ્થાને આગામી પાંચ વર્ષોમાં યોગ્ય કરવાના ઉપાયો છે. દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સની ઈકોનોમિક સમિટમાં એક સત્ર દરમિયાન બે વખત દેશના નાણાં પ્રધાન તરીકે કામ કરી ચુકેલા યશવંત સિંહાને રોજગાર પેદા કરવા માટેનો રોડમેપ જણાવવા માટે કહેવામાં આવ્યું હતું.