જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક શનિવારે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. જેને કારણે ભારતીય સેનાએ ભારતના પ્રજાસત્તાક દિનના ઉપલક્ષ્યમાં બંને દેશોની વચ્ચે મિઠાઈના આદાન-પ્રદાનની પરંપરાને નિભાવી નથી.
એટલે કે શસ્ત્રવિરામ ભંગ કરીને બેફામ ગોળીબાર કરનારા પાકિસ્તાનને ભારતના પ્રજાસત્તાક દિને ભારતીય સેનાએ મિઠાઈ ખવડાવાનું માંડી વાળ્યું છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્ર મુજબ, પુંછ જિલ્લામાં ચાકન દા બાગ ક્રોસિંગ પોઈન્ટ પાસે બંને સેનાઓ વચ્ચે મિઠાઈઓનું આદાન-પ્રદાન થયું નથી.
પરંપરાગત રીતે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના અવસરો પર બંને દેશોની સેનાઓ એકબીજાને મિઠાઈની આપ-લે કરતી હોય છે.