મુંબઈઃ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડનને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થાના કેટલાક માલ પર ટેરિફ ડ્યૂટીમાં વધારો કરશે એવા સમાચારને પગલે એશિયાના શેરોમાં ખૂલતા સાથે નરમાઈમાં જોવા મળ્યા હતાં. તેની સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો કડાકો થયો હતો. 30 શેરોનો બીએસઈ ઈન્ડેક્સ સેન્સેક્સ 777 પોઈન્ટસના કડાકા સાથે 71,886 પર હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 221 પોઈન્ટસના નોંધાપાત્ર ઘટાડા સાથે 21,834 પર ક્વોટ થયો હતો. બીજી બાજુ બીએસઈ સ્મોલ અને મીડકેપ ઈન્ડેક્સમાં બે ટકા સુધી કડાકો જોવા મળ્યો હતો. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં જોઈએ તો પીએસયુ બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ 2.6 ટકાનો કડાકો જોવા મળ્યા હતો, તે પછી નિફ્ટી ઓટો અને ઓઈલ અને ગેસ ઈન્ડેક્સમા બે ટકા, નિફ્ટી મેટલમાં બે ટકા અને નિફ્ટી ફાર્મામાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે આજરોજ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જ્યારે બીજી તરફ બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. જ્યારે નેશનલ સ્ટોક નિફ્ટી પણ અસ્થિર જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત ગત સપ્તાહે પણ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.
આજરોજ શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.50 વાગ્યે BSE સેન્સેક્સ 743.60 પોઈન્ટ્સ 1.02 ટકાના ઘટાડા સાથે 71,921.87 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સની જેમ જ શેરબજારમાં નિફ્ટી (નિફ્ટી50) પણ 100 થી વધુ પોઈન્ટ્સ 58.70 પોઈન્ટના ઘટાડા સાથે 21,996.50 ના સ્તરે હાલમાં ટ્રેડિંગ શરૂ થયું હતું.
આજે શેરબજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ 1472 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે 1026 શેરની શરૂઆત લથડી પડી હતી. તો 183 શેર એવા છે કે જેની સ્થિતિ યથાવત છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જની 30 કંપનીઓમાંથી 27 કંપનીઓના શેરમાં ઘટાડો છે. આમાં સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સના શેરમાં થયો છે, તે 7.88 ટકા ઘટીને રૂ. 964.35 ના સ્તર પર આવી ગયા છે. અન્ય લાર્જ કેપ કંપનીઓની વાત કરીએ તો ટાટા સ્ટીલનો શેર 2.28 ટકાના ઘટાડા સાથે રૂ. 158.65 પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય JSW સ્ટીલનો શેર 2.24 ટકા ઘટીને રૂ.834.65 પર ટ્રેડ કરી રહ્યો છે.
મિડકેપ કંપનીઓ વિશે વાત કરીએ તો, બેન્ક ઓફ ઈન્ડિયાનો શેર 10.48 ટકા ઘટીને રૂ. 124.30, યુનિયન બેન્કનો શેર 6.76 ટકા ઘટીને રૂ. 132.45 અને PEL શેર રૂ. 4.15 ટકા ઘટીને રૂ. 812.45 પર ટ્રેડ થઈ રહ્યો છે. શરૂઆતના સમયમાં સ્મોલ કેપ કંપનીઓના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેમાંથી ન્યુલેન્ડલેબ શેર 12.97 ટકા ઘટીને રૂ. 6208.90 થયો હતો, જ્યારે SOTL શેર 11.37 ટકાના ઘટાડા સાથે રૂ. 496 પર ટ્રેડ કરી છે. આ સિવાય રીસ્પોનિન્ડ શેર પણ 8.57 ટકા ઘટીને રૂ. 264.05 પર આવી ગયો છે.