લોકસભા ચૂંટણીને લઈને ગઠબંધનની કોશિશો ચાલુ છે. અહેવાલો છે કે મહારાષ્ટ્રમાં ખેંચતાણ વચ્ચે કડવાશ છતાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે. સૂત્રો મુજબ, બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને લઈને વાતચીત ચાલી રહી છે. આ રાજકીય કવાયત વચ્ચે શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે પાર્ટીની બેઠક બાદ કહ્યુ છે કે મહારાષ્ટ્રમાં શિવસેના જ મોટો ભાઈ હતો, છે અને રહેશે.
રાઉતે કહ્યુ છે કે શિવસેનાએ રફાલ અને મહાષ્ટ્રમાં દુકાળના મુદ્દાઓ પર ચર્ચા કરી છે. તેમણે કહ્યુ છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 10 ટકા ઈડબલ્યૂએસ જનરલ કેટેગરી કોટા સંદર્ભે જણાવ્યુ છે કે આઠ લાખની વાર્ષિક આવકવાળા લોકોને ટેક્સની ચુકવણી કરવાથી છૂટ આપવી જોઈએ, કારણ કે તમે તેમને ગરીબ ગણાવ્યા છે. માટે તેમને છૂટ આપવી જોઈએ.
અહેવાલો આવ્યા હતા કે ભાજપે એકસરખી બેઠકો પર ચૂંટણી લડવા માટે શિવસેનાને જણાવ્યું છે. આના સંદર્ભે સંજય રાઉતે કહ્યુ છે કે તેમને આની કોઈ જાણકારી નથી. તેમણે કહ્યુ છે કે મીડિયા તેમના કરતા વધુ જાણતું હશે. તેમને આવા પ્રકારનો પ્રસ્તાવ મળ્યો નથી. તેઓ અહીં આવા પ્રસ્તાવને સ્વીકારવા માટે બેઠા નથી. તેઓ પુનરોચ્ચાર કરે છે કે શિવસેના એક મોટાભાઈની ભૂમિકા નિભાવશે.
મહત્વપૂર્ણ છે કે 2014ની લોકસભા ચૂંઠણીમાં ભાજપ અને શિવસેનાએ કેટલાક પ્રાદેશિક પક્ષો સાથે મળીને ચૂંટણી લડી હતી. મહારાષ્ટ્રની 8 લોકસભા બેઠકોમાંથી શિવસેનાએ 20 બેઠકો પર ચૂંટણી લડીને 18 બેઠકો જીતી હતી. જ્યારે 201માં ભાજપે 2 બેઠકો પર ચૂંટણી લડીને 23 પર જીત પ્રાપ્ત કરી હતી. પરંતુ ત્યારથી બંને પક્ષો વચ્ચેના રાજકીય સંબંધો વણસ્યા છે. શિવસેના પહેલા જ એલાન કરી ચુકી છે કે તેઓ 2019ની લોકસભાની ચૂંટણી એકલાહાથે લડશે. જ્યારે અમિત શાહ તરફથી નિવેદન આવ્યું હતું કે જો સહયોગીઓ સાથે નહીં આવે, તો તેમને હરાવવા માટે ચૂંટણી લડવામાં આવશે.