અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરના ગોટાળાના મામલામાં વધુ એક આરોપી કારોબારી રાજીવ સક્સેનાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચાર દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલી દીધો છે. રાજીવ સક્સેના અને દીપક તલવારને યુએઈના દુબઈથી ઝડપવામાં આવ્યા હતા. બાદમાં તેમને પ્રત્યાર્પિત કરીને ભારત લાવવામાં આવ્યા હતા. ઈડીએ ભારત આવતા જ બંનેને કસ્ટડીમા લીધા હતા. ગુરુવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલામાં એરેસ્ટ કરવામાં આવેલા ખ્રિશ્ચિયન મિશેલ બાદ આ પ્રકારની બીજી કાર્યવાહી છે.
ગત વર્ષ ડિસેમ્બરમાં યુએઈની સરકારે પ્રત્યાર્પણ દ્વારા બ્રિટિશ નાગરીક ખ્રિશ્ચિયન મિશેલની ભારતને સોંપણી કરી હતી. મિશેલે 3600 કરોડ રૂપિયાના વીવીઆઈપી ચોપરના સોદામા વચેટિયાની ભૂમિકા નિભાવી હતી. ઈડીએ ડિસેમ્બરમાં દુબઈના કારોબારી રાજીવ સક્સેનાની જામીન અરજીના જવાબમાં કોર્ટમાં તેને ભારતમાં લાવવા બાબતે કરવામાં આવેલી અપીલને લઈને સૂચિત કર્યો હતો, કારણ કે વારંવાર સમન છતાં રાજીવ સક્સેના આ કેસમાં પૂછપરછ માટે હાજર થયો નહીં.
મહત્વપૂર્ણ છે કે વારંવાર સમન આપવા છતાં પૂછપરછમાં સામેલ નહીં થવા પર ગત વર્ષ છ ઓક્ટોબરે કોર્ટે રાજીવ સક્સેના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. રાજીવ સક્સેનાનું તેની પત્ની શિવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં છે. હાલ તે જામીન પર છે.
રાજીવ સક્સેનાને પ્રાઈવેટ પ્લેનથી દુબઈ એરપોર્ટથી લાવવામાં આવ્યો હતો. જ્યારે વકીલોએ યુએઈના વહીવટી તંત્ર પાસે એ જાણકારી માંગી કે આ શું મામલો છે અને શું થયું છે, તો કહેવામાં આવ્યું કે તે વિમાન છે અને તેને રોકી શકાશે નહીં. આ મામલામાં તેમની પાસેથી વધુ જાણકારીની કોશિશ કરવામાં આવી, તો તેમને ભારત સરકારને પુછવા માટે કહેવામા આવ્યું હતું.
વકીલોનો આરોપ છે કે આ બિનકાયદેસર પ્રત્યાર્પણ છે અને કોઈ કાયદાકીય પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવી નથી. જ્યારે ખ્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ સમયે સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું.
રાજીવ સક્સેના અને તેની પત્ની શિવાની અગસ્તા-વેસ્ટલેન્ડ કેસમાં આરોપી છે. બંને દુબાઈની કંપની યુએચવાઈ સક્સેના એન્ડ મેટ્રિક્સ હોલ્ડિંગ્સના નિદેશક છે. પ્રવાસી ભારતીય રાજીવ સક્સેના મોરેશિયસની એક કંપની ઈન્ટરસેલર ટેક્નોલોઝિસ લિમિટેડના નિદેશક અને શેરહોલ્ડર છે. આરોપ છે કે આ કંપનીનો ચોપર ડીલમાં લોન્ડ્રિંગ કરવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓ પ્રમાણે, રાજીવ સક્સેના વ્યવસાયે વકીલ ગૌતમ ખેતાનનો નિકટવર્તી છે. ગૌમત ખેતાન પણ હાલ ઈડીની કસ્ટડીમાં છે.