Site icon Revoi.in

અનામતની સચ્ચાઈ : 27 ટકા કોટા, નોકરીઓ મળી 00!

Social Share

કેન્દ્ર સરકારે જનરલ કેટેગરીના આર્થિક સ્તરે કમજોર લોકોને દશ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. સરકાર ભલે આર્થિક રીતે કમજોર જનરલ કેટેગરીના લોકોના અનામત આપીને તેમના ઉત્થાનનો દાવો કરી રહી હોય, પરંતુ તેના પહેલા અનુસૂચિત જાતિને મળનારા અનામતમાં તેમની ભાગીદારી ઘણી વધારે વધી શકી નથી. ઓછામાં ઓછું કેટલાક આંકડા આવું જ દર્શાવી રહ્યા છે.

કહેવામાં આવે છે કે અનુસૂચિત જાતિને અનામત મળવાને કારણે તેમને સરકારી નોકરીઓમાં વધારે તકો મળે છે અને તેમની ભાગીદારી ઘણી વધારે હોય છે. જો કે જમીની સ્તર પર હકીકત કંઈક અલગ જ છે. સવાલ ઉઠી રહ્યો છે કે શું આ સચ્ચાઈ છે કે અનામતથી પછાત જ પછાતની નિમણૂક થઈ ગઈ છે? શું એ સાચું છે કે અનામતથી અનુસૂચિત જાતિ વર્ગના લોકોની નિમણૂકોમાં ભરમાર થઈ ચુકી છે?

તાજેતરમાં એક અંગ્રેજી અખબારને માહિતી અધિકાર હેઠળ મળેલી જાણકારીમાં આવા સવાલોનો જવાબ સામે આવ્યો છે. આરટીઆઈમાં મળેલી જાણકારી સામાજિક ન્યાય માટે અનામતના સિદ્ધાંતોથી ઘણી અલગ છે. જોઈએ આ આંકડા શું કહે છે,

દેશની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અનામતની સચ્ચાઈ?

ભારતમાં કુલ 40 કેન્દ્રીય યુનિવર્સિટીઓ છે, તેમા કુલ શૈક્ષણિક કર્મચારીઓ 11486 છે અને બિનશૈક્ષણિક કર્મચારીઓ 5835 છે. તેની સાથે જ 40 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં 1125 પ્રોફેસર છે અને તેમા અનુસૂચિત જાતિ સમુદાયના પ્રોફેસરો 15 ટકાના સ્થાને માત્ર 3.47 ટકા એટલે કે 39 છે. અનુસૂચિત જનજાતિ સમુદાયના પ્રોફેસરો 7.5 ટકાના સ્થાને 0.7 ટકા એટલે કે માત્ર છ જેટલા છે. ઓબીસી વર્ગના 27 ટકા પ્રોફેસર હોવા જોઈએ, પરંતુ તેમની સંખ્યા શૂન્ય છે. જ્યારે જનરલ કેટેગરીના પ્રોફેસરોની મહત્તમ સંખ્યા 50 ટકા હોઈ શકે છે, પરંતુ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં તેમની સંખ્યા 95.2 ટકા એટલે કે 1071 જેટલી છે.

જો એસોસિએટ પ્રોફેસરની વાત કરીએ, તો 0 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં એસોસિએટ પ્રોફેસરની સ્થિતિ પણ ચોંકાવનારી છે. હકીકતમાં 40 યુનિવર્સિટીઓમાં કુલ 2620 એસોસિએટ પ્રોફેસર છે. તેમા લઘુત્તમ 393ના સ્થાને અનુસૂચિત જાતિ વર્ગના 4.96 ટકા એટલે કે માત્ર 130 એસોસિએટ પ્રોફેસરો છે. લઘુત્તમ 197ના સ્થાને અનુસૂચિત જનજાતિ વર્ગના 1.3 ટકા એટલે કે માત્ર 34 એસોસિએટ પ્રોફેસરો છે. જ્યારે મહત્તમ 50 ટકાના સ્થાને જનરલ કેટેગરીના એસોસિએટ પ્રોફેસર 92.9 ટકા છે. કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પછાત વર્ગના એકપણ એસોસિએટ પ્રોફેસર નથી.

દેશની 40 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં 771 આસિસ્ટન્ટ પ્રોફેસરો છે. તેમાં લઘુત્તમ 1161 પદોના સ્થાને અનુસૂચિત જાતિ વર્ગના આસિસ્ટન્ટ પ્રોફેસર 12.2 ટકા એટલે કે 931 છે. લઘુત્તમ 581 પદના સ્થાને અનુસૂચિત જનજાતિ વર્ગના આસિસ્ટન્ટ પ્રોફેસરની સંખ્યા 5.46 ટકા એટલે કે 423 છે. જ્યારે લઘુત્તમ 2090 પદના સ્થાને પછાત વર્ગની શ્રેણી હેઠળના આસિસ્ટન્ટ પ્રોફેસર 14.38 ટકા એટલે કે 1123 છે. જનરલ કેટેગરીના મહત્તમ 3870 પદની સામે 66.27 ટકા એટલે કે 5130 આસિસ્ટન્ટ પ્રોફેસર છે.

તેવી જ રીતે રેલવેમાં કુલ 16381 પદ છે, તેમા 8.05 ટકા એટલે કે 1319 પછાત અને 68.72 ટકા 11273 જનરલ કેટેગરીના કર્મચારી છે.
 71 વિભાગોમાં કુલ 343777 પદ છે. તેમાં 51384 એટલે કે 14.94 ટકા પછાત વર્ગના અને 21608 એટલે કે 62.95 ટકા જનરલ કેટેગરીના કર્મચારીઓ છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં કુલ 665 પદો છે, તેમાંના 8.2 ટકા એટલે કે 56 પછાત વર્ગના અને 440 એટલે કે 66.17 ટકા જનરલ કેટેગરીના કર્મચારીઓ છે.

કેબિનેટ સચિવાલયમાં કુલ 162 પદો છે. તેમા 9.26 ટકા એટલે કે 15 પદો પર પછાત અને 80.25 ટકા એટલે કે 130 પદો પર જનરલ કેટેગરીના કર્મચારીઓ છે.

રાષ્ટ્રપતિ સચિવાલયમાં કુલ 130 પદો છે, તેમા 7.69 ટકા એટલે કે 10 પદો પર પછાત વર્ગના અને 74.62 ટકા એટલે કે 97 પદો પર જનરલ કેટેગરીના કર્મચારીઓ કાર્યરત છે.

આ જાણકારી મુજબ, સવર્ણોને મહત્તમ 50 ટકા અનામત આપવાનો તમામ હિસાબ વિપરીત બની જાય છે અને પછાત વર્ગના લઘુત્તમ 27.5 ટકા થવાના હિસાબથી પણ યોગ્ય બેસતો નથી. ત્યારે 1 એપ્રિલ, 2018 સુધી ભારતની કોઈપણ કેન્દ્રીય યુનિવર્સિટીના કોઈપણ વિભાગમાં 28 વર્ષના અનામત બાદ પણ પછાત વર્ગના એકપણ પ્રોફેસર અને પછાત વર્ગના એસોસિએટ પ્રોફેસર નથી. જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરો અનામતના કોટાના અડધો અડધ જ છે.