Site icon Revoi.in

અમદાવાદમાં કોરોના મહામારીને પગલે ફ્લાવર શો નહીં યોજાય ?

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે અનેક ધાર્મિક તહેવારો રદ કરવામાં આવ્યાં હતા. તાજેતરમાં જ પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દરમિયાન આગામી જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં યોજાતા ફ્લાવર શો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મનપા દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ફ્લાવર શોને નિહાળવા માટે આવે છે. જો કે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો નહીં યોજાય. અમદાવાદ મનપાના ગાર્ડન વિભાગ દ્વારા ફ્લાવર શો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો હતો. જેને ધ્યાનમાં રાખીને ફ્લાવર શો રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે અમદાવાદમાં હાલ રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી રાત્રિના સમયમાં કરી શકશે નહીં. અમદાવાદવાસીઓ રાતના 9 વાગ્યા સુધી 31મી ડિસેમ્બરની ઉજવણી કરી શકશે.