અમદાવાદઃ ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણની ઉજવણી માટે પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદીમાં વ્યસ્ત છે. જો કે, રાતના 10 કલાક પછી કરફ્યુનો અમલ થવાનો હોવાથી રાતના 10 કલાક પછી જો પતંગ-દોરીની ખરીદી કરવા બહાર નીકળશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ વર્ષે કોરોનાના કારણે અમદાવાદમાં રાતે 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. પોલીસે વેપારીઓ અને અમદાવાદીઓને તાકીદ કરી છે કે પગંત-દોરી ખરીદનાર-વેચનાર તમામ લોકોએ પોતાના ધરે રાતના 10 વાગ્યા સુધીમાં પહોંચી જવાનું છે. જો રાતે 10 વાગ્યા પછી કોઇ પણ વ્યક્તિ બહાર દેખાશે તો પોલીસ કર્ફ્યૂ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી જેલમાં પૂરી દેવામાં આવશે. ધાબા પર લોકો ભેગા ન થાય તે માટે 50 ડ્રોનથી નજર રાખવામાં આવશે.
કંટ્રોલ ડીસીપી ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, વપારીઓ અને લોકોએ રાત્રના 10 વાગ્યા પહેલા ઘરે પહોચી જવું પડશે. જો 10 વાગ્યા પછી કોઈ પણ દુકાન ચાલુ રાખશે તો જાહેરનામાંનો ભંગનો શહેરના દિલ્હી દરવાજા, કાલુપુર ટંકશાળ, રાયપુર અને બાપુનગર વિસ્તારમાં લોકો પતંગ બજારોમાં ઉત્તરાયણની આગલી રાતે પતંગ અને દોરી ખરીદવા જાય છે. આ તમામ જગ્યા પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત સંવેદનશીલ વસ્તારોમાં સ્થીનિક પોલીસો સાથે SRP જવાનોની કંપની રહેશે.