અમદાવાદમાં વર્ષો સુધી સેવા આપનારા ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુર થયા નિવૃત
અમદાવાદઃ શહેરીજનોની વર્ષો સુધી સેવા કરનારા ફાયર ચીફ ઓફિસર એમ.એફ.દસ્તૂર નિવૃત્ત થતા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ એમ.એફ.દસ્તુરને ગાડીમાં બેસાડી દોરડા વડે ગાડી ને ખેંચી અભૂતપૂર્વ વિદાય આપી હતી. આ પ્રસંગ્રે ફાયરબ્રિગેડના જવાનોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર એમ.એફ.દસ્તુર વર્ષો સુધી અમદાવાદમાં સેવા આપી. પોતાના કાર્યકાળ દરમિયાન અભૂતપૂર્વ ફરજ બજાવી છે. તેમજ અનેક જટિલ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યા હતા . તેમની કાર્ય દક્ષતાને સરકારે પણ પુરસ્કાર આપીને સન્માનિત કરી છે. એમ એફ દસ્તુરની નિવૃત્તિને યાદગાર બનાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા શાનદાર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદાય સમારંભ દરમિયાન ફાયર બ્રિગેડના તમામ જવાનો અને તેમના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા .સ્ટાફના તમામ લોકોએ પુષ્પગુચ્છ અને ભેટ સોગાદ આપીને દસ્તુરને સમ્માનિત કર્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ એમ.એફ.દસ્તુરને ગાડીમાં બેસાડી દોરડા વડે ગાડીને ખેંચી અભૂતપૂર્વ વિદાય આપી હતી. એમ.એફ.દસ્તુરની વિદાય વેળાએ અનેક ફાયર બ્રિગેડના જવાનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. તો બીજી તરફ દસ્તુર પણ તેમના સ્ટાફના પ્રેમને જોઈને હરખથી અશ્રુ સાથે લાગણીશીલ બની ગયા હતા.