દિલ્હીઃ એમિક્રોન વેરિએન્ટના પગલે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. દરમિયાન ઉત્તરાખંડમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. તેમજ પોલીસ કર્મચારીઓના ટેસ્ટીંગ માટે અભિયાન હાથ ધરાયું છે. દરમિયાન 50 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાચ મચી ગયો છે. આ પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓમિક્રોનના ખતરા વચ્ચે ઉતરાખંડમાં તમામ પોલીસ જવાનોના ટેસ્ટ કરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યુ હતું. અત્યાર સુધીમાં 13000 જવાનોના ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાંથી 50 પોલીસ જવાનોના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હોવાનું રાજયના પોલીસવડા અશોકકુમારે જાહેર કર્યુ હતું. પોઝીટીવ માલુમ પડેલા જવાનોના નજીકના સંપર્કો-પરિવારજનોના પણ પરીક્ષણ શરુ કરવામાં આવ્યા છે.