Site icon Revoi.in

કોરોના સંકટ: સુરતના ટેક્સટાઈલ માર્કેટ ભારે મંદીના પગલે આ શ્રમિકોએ પકડી વતનની વાત

Social Share

અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારી ને પગલે લોકોના વેપાર-ધંધાને ભારે અસર થઇ છે દરમિયાન ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં રોજગારીની શોધમાં આવેલા પરપ્રાંતીય શ્રમિકોને કોરોના ની બીજી લહેર બાદ ટેકસટાઈલ ઉધોગમાં ભારે મંદીને પગલે રોજગારી નહી મળતા ૨૫ હજાર જેટલા શ્રમજીવીઓએ વતનની વાટ પકડી હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ને પગલે વેપાર ધંધાને માઠી અસર પડી છે. અનેક લોકોએ નોકરી ગુમાવી છે જ્યારે મોટાભાગના વ્યવસાય આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. દેશ દુનિયામાં જાણીતો સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ હાલ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે કોરોના મહામારી બીજી લહેર બાદ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સમજી લ્યો રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા જો કે ટેક્ષટાઈલ માર્કેટમાં ભારે મંદી ને પગલે રોજગારી મળતાં આ શ્રમિકો ની સેક્સ મુશ્કેલીમાં વધારો થયો હતો. મોટી સંખ્યામાં યુપી-બિહારના કારીગરો સુરત આવ્યાં હતાં. રોજગારી નહીં મળતા લગભગ 25 હજારથી વધુ કારીગરો પરત થયાનો અંદાજ છે. ટેક્સટાઇલ માર્કેટ વેપારીઓ પણ હાલ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે જેથી હવે વેપારીઓ પણ સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. તને જેમ બને તેમ ઝડપથી વેપાર-ધંધા ફરીથી પહેલાની જેમ ધમધમતા થાય તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.