કોર્પોરેશન ચૂંટણીઃ અમદાવાદમાં અસામાજિક તત્વો અને ગુનેગારો સામે પોલીસની કાર્યવાહી
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તા. 21મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચારમાં લાગી ગયાં છે. પોલીસે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 9 હજાર જેટલા અસામાજીક તત્વોની અટકાયત કરવામાં આવી છે. તેમજ 60 ટકા જેટલા હથિયારધારકોએ જમા કરાવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દારૂની હેરાફેરી અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ કરવામાં આવી છે. શહેરમાં લગભગ 44 સ્થળો ઉપર ચેક પોસ્ટ ઉભી કરીને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અસામાજિક તત્વો અને ગુનેગારો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં 9 હજાર લોકો સામે અટકાયતી પગલા પણ લેવાયા છે. રાત્રીના દરમિયાન પણ પોલીસની ચોકી પર ચેકિંગની કાર્યવાહી શરૂ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ચૂંટણી લઈને પોલીસ અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.