Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ સુરતમાં ટિકીટ નહીં મળતા નારાજ કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં કરી તોડફોડ

Social Share

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા બાદ ભાજપ અને કોંગ્રેસમાં કેટલાક નેતાઓની નારાજગી સામે આવી છે. દરમિયાન સુરતમાં ટિકીટ નહીં મળતા કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના કાર્યાલય ઉમટી પડ્યાં હતા. તેમજ તોડફોડ કરીને હંગામો મચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ અસંતોષ સામે આવ્યો હતો. અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરોએ કાર્યાલયની બહાર દેખાવો યોજીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ એનએસયુઆઈના અનેક કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હોવાનું જાણવા મળે છે. સંતોષ સામે આવ્યા બાદ કોંગ્રેસના આગેવાનોએ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોને ફોન ઉપર જ જાણ કરી હતી.

દરમિયાન સુરતમાં ટિકીટ નહીં મળતા નારાજ કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. ભાજપમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા કાર્યાલયમાં તોડફોડ કરીને કાર્યકર્તાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યાનું જાણવા મળે છે. દરમિયાન સુરત શહેરના પૂર્વ પ્રમુખ શંભુ પ્રજાપતિ કૉંગ્રેસ કાર્યાલયની કૉંગ્રેસ બચાવોના અભિયાન સાથે તેઓ ધરણાં પર બેઠા હતા. કોંગ્રેસની જેમ ભાજપમાં પણ ઉમેદવારોની જાહેરાત બાદ નારાજગી સામે આવી હતી. બંને રાજકીય પક્ષો દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે.