ભારતના 70મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. 26 જાન્યુઆરી, 1950માં દેશમાં બંધારણ લાગુ થયું હતું અને ડૉ. રાજેન્દ્રપ્રસાદે તે દિવસે જ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા હતા. ત્યારથી દર વર્ષે ભારતમાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક પ્રજાસત્તાક દિને અલગ અંદાજમાં નજરે પડે છે. કોટ-પેન્ટ અને કુર્તા-પાયજામાની સાથે ક્યારેક લાલ તો ક્યારેક નારંગી રંગની પાઘડીમાં પીએમ મોદીનો લુક બેહદ આકર્ષક લાગતો હોય છે.
પીએમ મોદીનું જેકેટ હોય અથવા તેમની પાઘડી, તેમના લુકની હંમેશા ચર્ચા થતી હોય છે. આવો જાણીએ પીએમ બન્યા બાદથી પ્રજાસત્તાક દિવસે અને સ્વતંત્રતા દિવસે મોટાભાગે કેવો રહ્યો છે પીએમ મોદીનો લુક…
આજે ભારત 70મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફેદ કુર્તા-પાયજામા પર નહેરુ જેકેટમાં બેહદ આકર્ષક લુક સામે સમારંભમાં સામેલ થયા હતા. આ સિવાય તેમણે દર વખતની જેમ માથા પર પાઘડી પહેરી હતી. પ્રજાસત્તાક દિને વડાપ્રધાન મોદી નારંગી રંગની પાઘડીમાં ખૂબ પ્રભાવશાળી લાગી રહ્યા હતા
2018માં 69મા પ્રજાસત્તાક દિવસે દર વખતની જેમ પાઘડીમાં જ દેખાયા હતા. નરેન્દ્ર મોદીએ 69મા પ્રજાસત્તાક દિવસે નારંગી અને લીલા રંગની પાઘડી પહેરી હતી.
2017માં યોજાયેલા પ્રજાસત્તાક દિનના સમારંભમાં નરેન્દ્ર મોદી સફેદ રંગના કુર્તાની સાથે કાળા જેકેટમાં જોવા મળ્યા હતા. તેની સાથે જ તેમણે ગુલાબી રંગની પાઘડી પણ પહેરી હતી. તે વખતે ભારતના ત્રીજા સૌથી મોટા કારોબારી ભાગીદાર અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયેદ પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા.
2016ના પ્રજાસત્તાક દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારંગી રંગના સાફામાં જોવા મળ્યા હતા અને તેમણે સફારી સૂટ પહેર્યો હતો.
2015ના પ્રજાસત્તાક દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રંગબેરંગી પાઘડીમાં જોવા મળ્યા હતા અને ત્યારે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા.
પ્રજાસત્તાક દિન સિવાય સ્વતંત્રતા દિવસ વખતે પણ વડાપ્રધાન મોદી પાઘડીમાં જ જોવા મળ્યા છે.
ભારતના 72મા સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તે વખતે તેઓ સફેદ કુર્તા-પાયજામા અને લાલ બંધેજ કિનારીવાળા ભગવા સાફામાં લાલ કિલ્લા પર પહોંચ્યા હતા.
2017ના સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન મોદી નારંગી રંગની પાઘડીમાં જોવા મળ્યા હતા.
2016ના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં સફેદ રંગના વસ્ત્રપરિધાનમાં સજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રંગબેરંગી પાઘડી સાથે જોવા મળ્યા હતા.
2015ના સ્વતંત્રતા દિવસના સમારંભમાં પણ વડાપ્રધાન મોદી પાઘડી સાથે જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લુક લોકોને ઘણો આકર્ષિત લાગ્યો હતો.
તો 2014માં વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પોતાના પહેલા ભાષણ દરમિયાન પાઘડમાં જોવા મળ્યા હતા. ત્યારે કોઈ વડાપ્રધાને સાફો પહેરીને લાલકિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો હોય તેવી પહેલી ઘટના જોવા મળી હતી.