Site icon Revoi.in

ગુજરાતમાં JEE, NEETની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શરૂ કરાશે કોચિંગ સેન્ટર

Social Share

અમદાવાદઃ ધો-12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ બાદ આઈઆઈટી જેવી શૈક્ષણિક સંસ્થાના પ્રવેશ માટે જરૂરી JEE, NEETની પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને હવે સરકાર મદદ કરશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર ઝોનમાં કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં ગરીબ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ હવે ગુજરાત સરકાર પણ રાજસ્થાનના કોટાની જેમ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં કોચિંગ પુરુ પાડશે. અમદાવાદ સહિત ચાર ઝોનમાં કોચિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાતથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ JEE, NEET જેવી પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને JEE, NEET ની પરીક્ષાના આધારે આઈઆઈએમ આઆઈટીમા પ્રવેશ મળે છે. તેથી રાજ્ય સરકાર ખાસ યોજના બનાવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોચિંગ સેન્ટર બનાવાશે. આ સેન્ટર્સમાં ગુજરાતના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામા આવશે. ગરીબ વિદ્યાર્થીઓને આ કોચિંગ સેન્ટરમાં પ્રાથમિકતા આપવામાં આવશે.