- સ્માર્ટફોનમાં બેટરીને mAhથી આકલન કરાય છે
- દરેક ફોનમાં અલગ અલગ mAhની બેટરી હોય છે
- આજે જાણો mAhનો અર્થ શું થાય છે અને તે કઇ રીતે કામ કરે છે
નવી દિલ્હી: કોઇપણ સ્માર્ટફોન માટે તેનો આધાર કહીએ તો તે બેટરી કહેવાય. ફોનની બેટરીને જ તેની લાઇફ માનવામાં આવે છે. ફોનમાં પાવરનું આકલન mAhથી થાય છે. ફોનનો પાવર દર્શાવવા માટે mAhનો સહારો લેવાય છે. એવું માનવામાં આવે છે જે જેટલા વધુ mAh એટલી વધુ પાવરફુલ બેટરી. સ્માર્ટફોન બ્રાન્ડમાં આજકાલ 6000 mAhથી લઇને 7000 mAh સુધીની બેટરી આપવામાં આવી રહી છે. ચાલો આજે mAhના અર્થ વિશે જાણીશું.
પહેલા તો તેનું ફૂલફોર્મ જાણીએ તો તે milliampere-hour થાય છે. તેમાં Aનો અર્થ એમ્પિયર, Hનો અર્થ Hour અને mનો અર્થ મિલી થાય છે. આ એક ગણિતનો બેસિક ફોર્મ્યુલા છે. જેનાથી સ્માર્ટફોનની બેટરીના પાવરને દર્શાવાય છે.
બેટરીની કેપિસિટીને AH માં દર્શાવવામાં આવે છે, જેમાં AH નો અર્થ Ampere hour થાય છે. A એટલે Ampere કરન્ટનું એકમ હોય છે અને H એટલે hour સમયનું એકમ હોય છે. mAh એક યૂનિટ છે જે સમયની સાથે એનર્જી પાવર માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
ગેઝેટ્સ તેમજ સ્માર્ટફોનમાં રિચાર્જેબલ બેટરી હોય છે, જેને ચાર્જ કરતા તે નિશ્વિત સમયગાળા સુધી ઉપયોગમાં લઇ શકાય છે.
જો તમારા ફોનની બેટરી 3000 mAhની છે તો જાણો તમારી બેટરી કેટલી કલાક ચાલશે.
જો મોબાઇલ 3000 મિલી એમ્પિયર લેશે તો ફોનની બેટરી 1 કલાક ચાલશે.
3000 mAH ÷ 3000 mA = 1 Hour
જો ફોનની બેટરી 150 મિલી એમ્પિયર લેશે તો બેટરી 20 કલાક સુધી ચાલશે.
3000 mAH ÷ 150 mA = 20 Hour
હાલમાં મોટા ભાગના સ્માર્ટફોનમાં લીથિયમ આયન વાળી બેટરી હોય છે. આ વજનમાં બળવી અને આકારમાં નાની ય છે. પરંતુ તેની કિંમત વધુ હોય છે. લીથિયમ પોલિમર બેટરી, નિકેલ કેડમિયમ, નિકેલ મેટલ હાઇડ્રાઇડ અને ન્યૂ લીથિયમ ટેક્નોલોજીવાળી બેટરી આવે છે.
હાલના સમયમાં કેટલાક સ્માર્ટફોનમાં 2,500mAh બેટરી ઓફર કરવામાં આવે છે. સાથે કેટલાક ફોનમાં 7000mAh બેટરી આપવામાં આવી રહી છે. પરંતુ સામાન્ય રીતે 4000mAh થી 5000mAh બેટરીને બેસ્ટ માનવામાં આવે છે.