Site icon Revoi.in

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પોતાની મજબુત ટીમને મોકલશે

Social Share

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે તેમની હોમ પિચો પર ટેસ્ટ મેચ રમવી ક્યારેય આસાન નથી હોતી. દક્ષિણ આફ્રિકાની પીચો પર સાઉથ આફ્રિકાને હરાવવું ઘણું મુશ્કેલ છે, તેથી આ વખતે ટીમ ઈન્ડિયા તેની સૌથી શક્તિશાળી ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. એક અહેવાલ અનુસાર, દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે, પસંદગીકારો 26 ડિસેમ્બરથી શરૂ થનારી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે સૌથી મજબૂત ટીમની જાહેરાત કરી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ આફ્રિકામાં યોજાનારી T20 અને ODI સિરીઝના કેપ્ટન વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે, પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં માત્ર રોહિત શર્મા જ કેપ્ટનશિપ કરશે. રોહિત શર્માના નેતૃત્વમાં તેનો ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ બની શકે છે. તેના પછી નંબર-3 પર ચેતેશ્વર પૂજારા, નંબર-4 પર વિરાટ કોહલી, નંબર-5 પર શ્રેયસ અય્યર મિડલ ઓર્ડરની ભૂમિકા ભજવી શકે છે. આ પછી, કેએલ રાહુલ અથવા ઇશાન કિશનને નીચેના ક્રમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે તક આપવામાં આવી શકે છે. કેએલ રાહુલ ટેસ્ટ મેચમાં લાંબો સમય વિકેટ કીપિંગ કરવામાં સક્ષમ છે તો ચોક્કસપણે ટીમને નંબર-6 પર ટેસ્ટ બેટ્સમેન મળી શકે છે. જો તે ટેસ્ટ મેચમાં વિકેટ કેપિંગ કરી શકતો નથી તો તેને શ્રેયસ ઐયરની જગ્યાએ અજમાવી શકાય છે, પરંતુ વિકેટકીપિંગ માટે ઈશાન કિશનને નંબર-6 પર તક મળી શકે છે, જે એક્સ ફેક્ટર પણ સાબિત થઈ શકે છે. તેમજ નંબર-7 પર રવિન્દ્ર જાડેજા અને નંબર-8 પર રવિચંદ્રન અશ્વિનને સ્પિન ઓલરાઉન્ડર તરીકે તક મળી શકે છે. આ ઉપરાંત ઝડપી બોલિંગની જવાબદારી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને સોંપવામાં આવી શકે છે.

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ મેચમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા/શ્રેયસ ઐયર, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર/કેએલ રાહુલ/અજિંક્ય રહાણે, કેએલ રાહુલ/ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ