નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRના ઘણા વિસ્તારોમાં આજે સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસની શરૂઆત હળવા વરસાદથી થઈ હતી. કેટલીક જગ્યાએ ભારે ઝાપટા પડ્યા હતા. દિલ્હીના અલીપુર, બુરારી રોહિણી, બદલી, મોડલ ટાઉન વગેરેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા ચાલુ રહેશે. દિલ્હી-NCRમાં આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 25 અને 13 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. દિલ્હી- NCR ઉપરાંત પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યોમાં વરસાદની આશંકા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 2 માર્ચે પણ દિલ્હીમાં હળવો વરસાદ પડશે. જેના કારણે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. માર્ચના બીજા સપ્તાહથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે.