Site icon Revoi.in

દેશમાં 4.84 કરોડથી વધુ આઈટી રિટર્ન ફાઈલ થયાઃ આવકવેરા વિભાગ

Social Share

દિલ્હીઃ વર્ષ 2019-20ના નાણાંકીય વર્ષમાં અદત્યાર સુધીમાં 4.84 કરોડ કરતા પણ વધુ આઈટી રિટર્ન ફાઈલ થયા હોવાનું જાણવા મળે છે. વ્યક્તિગત આઈટી રિટર્ન ફાઈલ કરવા માટેની મુદત સરકારે 10 જાન્યુઆરી સુધીની વધારી છે. આ ઉપરાંત કંપનીઓ માટેની મુદત 15મી ફેબ્રુઆરી સુધી લંબાવી છે. વર્ષ 18-19માં 5.61 કરોડ લોકોએ વ્યક્તિગત આઈટી રિટર્ન ફાઈલ કર્યા હોવાનું જાણવા મળે છે. આઈટી રિટર્ન અંગેની માહિતી આવકવેરા વિભાગે ટ્વીટ કરીને જાહેર કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2019ની 31 ઑગસ્ટ સુધીમાં ફાઈલ કરવામાં આવેલા 3.09 કરોડ આઈટી રિટર્નની સરખામણીએ 31 ડિસેમ્બર 2020 સુધીમાં માત્ર 2.65 કરોડ આઈટીઆર-1 ફાઈલ કરવામાં આવ્યા હતા. આઈટીઆર-4ના ફાઈલ કરવામાં આવેલા 1.28 કરોડ રિટર્નની સરખામણીએ 31 ડિસેમ્બર 2020 સુધીમાં 1.08 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. જે વ્યક્તિની કુલ આવક પચાસ લાખથી વધારે ન હોય તે આઈટીઆર-1 સહજ ફોર્મ મારફતે રિટર્ન ફાઈલ કરે છે જ્યારે હિન્દુ અવિભાજિત પરિવાર તેમ જ રૂ. 50 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતી કંપની અને બિઝનેસ કે વ્યવસાયમાંથી થનારી અનુમાનિત આવક ધરાવનારાઓ આઈટીઆર-4 મારફતે રિટર્ન ફાઈલ કરે છે. ટ્રસ્ટ હેઠળ મિલકતમાંથી આવક કરનારાઓ દ્વારા 31 ડિસેમ્બર સુધીમાં ફાઈલ કરવામાં આવેલા આઈટીઆર-7નો આંક 1.15 લાખ રહ્યો હતો.