રંગોલી ચંદેલે એક ચોંકાવનારુ સ્ટેટમેન્ટ આપ્યુ છે રંગોલી ચંદેલે પત્રકાર પર ભડાશ કાઢતા કહ્યું હતુ કે પીએમ મોદીજીને સપોર્ટ કર્યા પછી બહેન કંગના રણૌતના દુશ્મનોના લીસ્ટમાં વધારો થતો જોઈ શકાય છે.કંગના રણૌતની બહેન રંગોલીએ જુના સ્ક્રીન શોર્ટ શેર કરીને એક પત્રકાર પર આરોપ લગાવ્યો છે અને કહ્યું કે આ પત્રકાર એક બાજુ કંગનાનો મિત્ર હોવાનો દાવો કરે છે તો બીજી તરફ કંગનાની ઠેકડી ઉડાવી રહ્યો છે.
કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલે ટ્વીટર પર ટ્વીટ કર્યુ છે કે જ્યારથી બહેન કંગનાએ ભાજપ સરકાર મોદીજીને સમર્થન આપ્યું છે અને નેશનલ લીસ્ટ ફિલ્મ મણિકર્ણિકા બનાવી છે બસ ત્યારથી જ આ કેહવાતા ઉદાર લોકો તેની જાનના દુશ્મન બની ગયા છે જ્યારે વધુમા કંગનાએ સરકાર પાસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે.
વાત જાણે એમ છે કે કંગનાની ફિલ્મ જજમેંટલ આવનાર દિવસોમાં રીલિઝ થવા જઈ રહી છે જેમાં આ ફિલ્મના એક સોંગ રીલિઝ માટે ફિલ્મ મેકર્સે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં કંગના અને એક પત્રકાર સામસામે આવી ગયા હતા અને બન્ને વચ્ચે તૂતૂ-મેમૈં થઈ હતી. વાત વધી જતા વિવાદ વકર્યો હતો અને પ્રેસ કોન્ફરન્સમાં બબાલ થતા આ બનાવનો વિડિયો સોશ્યલ મિડિયામાં પણ વાયરલ થયો હતો.
કંગનાની બહેન રંગોલીએ પોતાના ટ્વીટરમાં કંગનાની સાથે ભીડનારા પત્રકારને આડે હાથ લીધો હતો, તેણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર તે પત્રકારનો ફોટો શેર કરીને લખ્યું હતું કે “પોતોના મીડિયાના હાલ જોવો,જ્યારથી કંગના મોદીજીના સમર્થનમાં આવી છે અને મણિકર્ણિકા ફિલ્મ બનાવી છે ત્યારથી જ માત્ર કહેવાતા ઉદાર લોકો કંગનાના દુશ્મન બન્યા છે તેઓ પોતાની સંકુચીત માનસિકતાનું પરિણામ આપીને મણિકર્ણિકા જેવી નેશનલ હિરોનું મજાક કઈ રીતે ઉડાવી શકે છે સરકારે આવા લોકો પર કડક કાર્યવાહી કરવી જ જોઈએ” એટલું જ નહી પરંતુ રંગોલીએ જુના સ્ક્રીન શોર્ટ મુકીને પત્રકારને દોષી ગણાવ્યો છે તે પોતે કંગનાનો મિત્ર હોવાનો દોવો કરતો હતો અને કંગનાની જ મજાક ઉડાવે છે આમ કંગનાની બહેને કંગના સાથે ભેજામારી કરનાર પત્રકારને સોશ્યલ મિડિયા મારફત બરાબર હાંક્યો હતો.