દિલ્હીઃ છેલ્લા એક દશકથી ભારતીય ક્રિકેટને અભૂતપૂર્વ સફળતા મળી છે. ટીમ ઈન્ડિયાએ 10 વર્ષમાં 50 ઓવરના વિશ્વ કપથી લઈને ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 રેકિંગ હાંસલ કર્યું છે. એમએસ ધોની અને વિરાટ કોહલીની આગેવાનાનીમાં ભારતીય ટીમ ક્રિકેટની તમામ ફોર્મેટમાં રેટિંગમાં ટોચ ઉપર પહોંચવાની સાથે સારુ પ્રદર્શન પણ કરી રહી છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમે છેલ્લા એક દશકમાં ક્રિકેટ પ્રેમીઓને નારાજ કર્યાં છે. જો કે, વર્ષ 2017માં પાકિસ્તાનની ટીમ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કપ્તાન રાશિદ લતીફે બંને ટીમના ક્રિકેટ વચ્ચેના અંતરનો ખુલાસો કર્યો છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે જણાવ્યું હતું કે, આઈપીએલથી ભારતે ટેલેન્ટને પ્રોત્સાહિત કર્યું છે. બીજી તરફ પાકિસ્તાન નગ્ન આંખોથી પ્રતિભા શોધવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની જગ્યાએ કોચોને વૈજ્ઞાનિક રૂપથી તૈયાર કરવામાં સક્ષમ નથી. વર્ષ 2010 પછી ભારતીય ટીમ સતત પ્રગતિ કરી રહ્યું છે. જ્યારે અમારી ટીમ નીચે તરફ સરકી રહી છે. અમે અમારા કોચોને વૈજ્ઞાનિક રીતે તૈયાર નથી કરી શકતા. ખુલ્લી આંખોથી કોઈ પણ પ્રતિભા પર વધારે વિશ્વાસ કરી નથી શકતા. આઈપીએલ 2010થી ભારતમાં ડેટા-સંચાલિત છે જેનાથી ટેલેન્ટને પ્રોત્સાહન મળ્યું છે. તેમજ વિદેશી કોચોની પણ તેમને મદદ મળી છે.
પૂર્વ ખેલાડીની સાથે વિદેશી કોચની મદદથી ભારતીય ખેલાડીઓ પોતાની જાતને વિકસીત કરી રહ્યાં છે. આ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુખ્ય અંતર રહ્યું છે. અમે પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓને કોચ તરીકે નિયુક્ત કર્યાં છે.પરંતુ પીએસએલ ફ્રેન્ચાઈજી તેમને પોતાની ટીમમાં અનુમતિ નથી આપતા.