અગ્રણી થિયેટર પ્રોડક્શન કંપની ફેલિસિટી થિયેટર એક અન્ય જબરદસ્ત મનોરંજક નાટક “હેલો જિંદગી” પ્રસ્તુત થતા દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ નાટક ટેલિવિઝનની પ્રસિદ્ધ અભિનેત્રી સ્મિતા બંસલ દ્વારા લખવામાં આવ્યું છે અને ફિલ્મ, ટેલીવિઝન અને થિયેટરના જાણીતાં નિર્દેશક રમણ કુમાર દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે. આ ખૂબ જ કુશળતાથી રચવામાં આવેલા થિયેટ્રિકલ ડ્રામા, વિભિન્ન પૃષ્ઠભૂમિઓ અને વિશેષતાઓવાળી પાંચ મહિલાઓની આસ-પાસ ફરે છે, જે મુંબઈમાં એક પોશ ફ્લેટમાં એક સાથે રહે છે. પોતાના સંમોહનમાં સંપૂર્ણ રીતે બાંધી દેનાર એક શાનદાર ડ્રામા છે. કારણકે આ દમદાર, તેજતરાર મહિલાઓ દર્શકોને સાજીશ, કોમેડી, અસમંજસ અને ભાવનાઓના અપ-ડાઉન વાળા એક અવિસ્મરણીય સફર પર ને લઇ જવા માટે તૈયાર છે. ફિલ્મ અને ટેલિવિઝનની દુનિયાની 5 પ્રખર અભિનેત્રીઓ- મિનિષા લાંબા, કિશ્વર મર્ચન્ટ, ડેલનાઝ ઈરાની, ગુડ્ડી મારુતિ, અને ચિત્રાશી રાવતવાળી આ શક્તિશાળી કાસ્ટથી સજેલ પ્રસ્તુતિ, હેલો જિંદગી! અમદાવાદમાં પ્રથમવાર 10 માર્ચ, 2019- શનિવારના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ભજવાતા દર્શકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.
રમણકુમાર, નિર્દેશક, હેલો જિંદગી!! એ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, “હેલો જિંદગી!!ના માધ્યમ દ્વારા અમે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ઉપરવાળાએ જિંદગીને ખૂબ જ સુંદર બનાવી છે, પરંતુ આપણે જ ખુદ પોતાના માટે સમસ્યા ઊભી કરી લઈએ છીએ. આનાથી કષ્ટ અને સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જિંદગીમાં કોઈ શોર્ટ કટ હોતા નથી, તમારી જિંદગી જેટલી સરળ હશે તેટલી જ વધારે ખુશીઓથી ભરેલ હશે. પ્રથમ વાર નાટકની સ્ક્રીપટ રચનાર સ્મિતા બંસલ સાથેનું ગઠબંધન ઘણું જ સારું છે, અને મને વિશ્વાસ છે કે તેમની કહાણી દરેકને ખૂબ જ પસંદ આવશે.” રાહુલ બુચર, નિર્માતા અને એમડીએ ફેલિસિટી થિયેટર એ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, “રોજબરોજની બોરિંગ જિંદગીથી બહાર આવવા માટે આપણને સૌને મનોરંજનની જરૂરિયાત હોય છે, અને હેલો જિંદગી! નિશ્ચિત રૂપથી આ બોરિંગપણાને દૂર કરવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે! નિર્માણ ગુણવત્તા, બેજોડ પ્રભાવશાળી પટકથા, અને આ પ્રતિભાસંપન્ન અભિનેત્રીઓ દ્વારા શાનદાર અભિનયનું પ્રદર્શન, દર્શકોને અંતિમ ક્ષણ સુધી તેમની સીટ પર બેસી રાખવા માટે પર્યાપ્ત છે. “હેલો જિંદગી”ની વાર્તા વિભિન્ન પૃષ્ઠભૂમિઓ અને વિશેષતાઓવાળી પાંચ રોમાંચક મહિલાઓની આસ-પાસ ફરે છે, જે મુંબઈમાં એક ઉચ્ચસ્તરીય એપાર્ટમેન્ટમાં એક સાથે રહે છે. પમ્મી સિંહ (મિનિષા લાંબા), એક ભૂતપૂર્વ ફિલ્મ અભિનેત્રી અને હવે ટેલિવિઝન સ્ટાર, ડાયવોર્સી છે અને બકુલા (ડેલનાઝ ઈરાની), પોતાની પૂર્વ સાસુ સાથે રહે છે. હવે બકુલા અને પમ્મી સિંહ સારા મિત્રો છે અને પોતાની જિંદગીનો ભરપૂર લ્હાવો માને છે. આ જ એપાર્ટમેન્ટમાં શિવાની (ચિત્રાશી રાવત) પણ રહે છે, કે જે દીવાનગી ભરેલા ઘરમાં સૌથી સમજદાર સદસ્ય છે. શિવાની ના ફક્ત ઘર ચલાવે છે પરંતુ બકુલાના હોટલ વ્યવસાયની પણ દેખરેખ રાખે છે. પમ્મીની સ્કૂલની મિત્ર શીના (કિશ્વર મર્ચન્ટ), કે જે શિમલાથી છે, તે પણ આ જ એપાર્ટમેન્ટમાં રહે છે. શીના સાથે તેના પતિ દ્વારા દુર્વ્યવહાર કરવાના કારણે તેનો આત્મવિશ્વાસ સંપૂર્ણ રીતે સમાપ્ત થઇ ચૂકેલ છે. ઘરનું કામ કરનાર બિજોયા દી (ગુડ્ડી મારુતિ) આ બધામાં સૌથી સમ્માનિત મહિલા છે અને તે પણ તેમની સાથે જ રહે છે. સીનમાં વિકી (રાહુલ નૈયર)ના આવવા અને પમ્મી સિંહના પ્રેમમાં પડી જવા બાદ આ ઘરનો તાલમેલ મિશ્રિત ભાવનાઓની જાળમાં ફસાઈ જાય છે. તે તેણીની સાથે મેરેજ કરીને તેને અમેરિકા લઈ જવા માંગે છે, અને બકુલા પણ તેમની સાથે જવાનો નિર્ણય કરે છે. બકુલા દ્વારા તેનો બિઝનેસ એક કોર્પોરેશનને આપવાનો નિર્ણય કર્યા બાદ, જેને વિકી દ્વારા ઓર્ગેનાઈઝ કરવામાં આવી રહેલ છે, આનાથી વાર્તામાં રોચકતા વધી જાય છે. જિંદગીની ભરમાળમાં એક સાથે ફસાયેલ આ બધા જ તેજતરાર લોકો, વસ્તુઓની અભૂતપૂર્વ રીતે અધિક સમસ્યાપૂર્ણ અને જટિલ બનાવી દે છે. હેલો જિંદગી!!માં થિયેટરની પ્રખરતા તમને સર્વોત્તમ સ્તર પર જોવા મળશે, જયાં ઉર્જાથી ભરપૂર આ પ્રખર મહિલાઓ અને વાસ્તવિક જીવનમાંથી ઉઠાવવામાં આવેલી વાર્તાઓ, સંપૂર્ણ પ્રસ્તુતિ દરમિયાન દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.