મહામંડલેશ્વર ભારતીબાપુને જુનાગઢના ગુરૂગાદી હોલમાં આપી સમાધી
અમદાવાદઃ જૂનાગઢના ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતી બાપુનું નિધન થતા બાપુને આજે જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમના ગુરુ ગાદી હોલમાં ગણતરીના સંતોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે સમાધિ આપવામા આવી હતી.
93 વર્ષની વયે પૂ.ભારતીબાપુનું અવસાન થયું હતું. પાંચ દિવસની સારવાર બાદ પૂ. ભારતી બાપુએ ગત મોડીરાત્રીના અંતિમ શ્વાસ લીધો હતો તેના નશ્વર દેહને પીપીઈ કીટ પહેરાવી જુનાગઢ ભારતી આશ્રમ ખાતે લાવવામાં આવ્યો હતો અને થોડીવાર દર્શનાર્થે રાખ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ પણ પૂર્ણ કરી તુરંત જ સમાધિ આપી દેવામાં આવી છે. પીપીઈ કીટ સાથે જ સમાધિ આપવામાં આવી હતી. ભારતી બાપુએ પોતાને કઈ જગ્યાએ સમાધિ આપવી તે જગ્યા પણ અગાઉથી જ નક્કી કરી લીધેલ હતી. ભારતી આશ્રમમાં ગુરુ ગાદી તરીકે ઓળખાતા હોલમાં તેમના ગુરુની સમાધિ ની નજીક તેઓને સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ થયા બાદ તુરંત જ સમાધિ આપવામાં આવી હતી. ભારતી બાપુના અંતિમ દર્શન માટે સાધુ સંતો અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા..