એચએએલના ચીફ આર. માધવને જણાવ્યુ છે કે સૈન્ય સેવાઓ હેઠળના કોઈપણ હેલિકોપ્ટરે હજી સુધી આવી ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું નથી.
હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડન દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવેલા લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર દ્વારા એર-ટુ-એર મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઈલ કોઈ ગતિમાન હવાઈ લક્ષ્ય પર એર-ટુ-એર સ્ટ્રાઈક કરવા માટે સક્ષમ છે. એચએએલના ચીફ આર. માધવને કહ્યુ છે કે આ પહેલીવાર છે કે જ્યારે દેશમાં કોઈ હેલિકોપ્ટર દ્વારા હવામાંથી હવામાં પ્રહાર કરવા માટે સક્ષણ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરમાં રહેલા અન્ય હથિયારોમાં 20 એમએમ ગન અને 70 એમએમ રોકેટ પણ સામેલ છે. આ હથિયારોની ફાયરિંગ ટ્રાયલ ગત વર્ષ પૂર્ણ થઈ હતી.
આર. માધવને જણાવ્યુ છે કે સૈન્ય સેવાઓ હેઠળના કોઈપણ હેલિકોપ્ટરે હજી સુધી આવી ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું નથી. તેની સાથે જ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરોએ તમામ હથિયારોની ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે.
લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરના પાયલટને એક ખાસ પ્રાકરની હેલમેટ અને ફોરવર્ડ લુકિંગ ઈન્ફ્રાડેડ સાઈટિંગ સિસ્ટમ પણ મળશે. તેના દ્વારા તેઓ મેદાનમાં હોય અથવા હવામાં ટાર્ગેટને આસાનીથી જોઈ શકશે અને તેને ખતમ પણ કરી શકશે. તેના દ્વારા તેઓ હેલિકોપ્ટરને ઘુમાવ્યા વગર કોઈપણ દિશામાં મિસાઈલના ટાર્ગેટ પર લોન્ચ કરી શકે છે.