રાજનાથ સિંહ, નીતિન ગડકરી, ચિરાગ પાસવાન, જીતન રામ માંજી, સહિત આટલા લોકો થઇ શકે છે કેબિનેટ મંત્રી તરીકેના શપથ
નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવા જઇ રહ્યા છે ત્યારે તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. અહીં અમે તમને એ નામ જણાવવા જઇ રહ્યા છે જેઓ વડાપ્રધાનની શપથવિધિ પછી મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે.
પીયૂષ ગોયલ (ભાજપ)
જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ)
શાંતનુ ઠાકુર (ભાજપ)
રક્ષા ખડસે (ભાજપ)
રાવ ઈન્દ્રજીત સિંહ (ભાજપ)
સુરેશ ગોપી (ભાજપ)
ડૉ જીતેન્દ્ર સિંહ (ભાજપ)
જુઆલ ઓરમ (ભાજપ)
પ્રતાપરાવ જાધવ (શિવસેના શિંદે જૂથ)
એચડી કુમારસ્વામી (જેડીએસ)
ચિરાગ પાસવાન (LJP-R)
જયંત ચૌધરી (RLD)
અનુપ્રિયા પટેલ (અપના દળ)
જીતન રામ માંઝી (HAM)
રામદાસ આઠવલે (RPI)
મોદી શપથ લેનાર સાંસદોને મળશે
નરેન્દ્ર મોદી સવારે 11.30 વાગ્યે શપથ લેનારા મંત્રીઓને ચા પીને મળવાના છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં ક્યાંકને ક્યાંક તમામ સાંસદોને જણાવવામાં આવશે કે તેમને ક્યા મંત્રાલયની કમાન સોંપવામાં આવશે. નરેન્દ્ર મોદીની ત્રીજી કેબિનેટમાં આ વખતે સહયોગીઓની ભૂમિકા પણ મહત્વની રહેવાની છે. ટીડીપી અને જેડીયુ એવા બે પક્ષો છે જે મુખ્ય મંત્રાલયો પર દાવો કરી રહ્યા છે. સ્પીકર પદની સૌથી વધુ માંગ છે. જો કે ટૂંક સમયમાં મંત્રીઓને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ભાજપના ખાતામાં જઈ શકે છે ક્યા મંત્રાલય?
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ગૃહ, નાણાં, સંરક્ષણ અને વિદેશ જેવા મહત્વના વિભાગો ભાજપ પાસે જ રહેવાના છે. એ જ રીતે શિક્ષણ અને સંસ્કૃતિ જેવા મજબૂત વૈચારિક પાસાઓ ધરાવતા બે મંત્રાલયોની કમાન પણ ભાજપના સાંસદો પાસે જઈ શકે છે. માનવામાં આવે છે કે સાથી પક્ષોને પાંચથી આઠ કેબિનેટ પદો મળી શકે છે. શિવરાજ સિંહ ચૌહાણ, બસવરાજ બોમાઈ, મનોહર લાલ ખટ્ટર જેવા લોકસભાની ચૂંટણીમાં જીત મેળવનારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો પણ નવી સરકારમાં જોડાઈ શકે છે.