પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસેનાના અધિકારી વિંગ કમાન્ડર અને મિગ-21 બાઈસનના પાયલટ અભિનંદનની આજે વતન વાપસી થઈ રહી છે. સૂત્રોને ટાંકીને આવી રહેલી જાણકારી મુજબ, વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદથી લાહોર આવવા માટે રવાના થઈ ચુક્યા છે. તેઓ લાહોરથી સીધા વાઘા બોર્ડરના રાસ્તે ભારતમાં દાખલ થશે. વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે વાયુસેનાનું એક ડેલિગેશન વાઘા સીમા પર જશે.
આ પહેલા જબરદસ્ત આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે સંસદમાં ઘોષણા કરી હતી કે વિંગ કમાન્ડર અભિનંદનને સદભાવના દર્શાવતા મુક્ત કરવામાં આવશે. જણાવવામાં આવતું હતું કે વિંગ કમાન્ડર અભિનંદનને ભારતીય હાઈકમિશનને સોંપવામાં આવશે.
રિપોર્ટ્સ મુજબ, વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિ બાદ પણ ભારત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે પાકિસ્તાન પર દબાણ ચાલુ રાખશે. ભારતને હજીપણ ઈમરાન ખાન આતંકવાદને સમાપ્ત કરવાની પોતાની કોશિશોમાં ગંભીર લાગી રહ્યા નથી. એવું સ્પષ્ટપણે માનવામાં આવે છે કે પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને છોડવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય દબાણમાં અને જિનિવા કન્વેશન્શન હેઠળ લેવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ આના સંદર્ભે વાત કરતા કહ્યુ છે કે અમે તેમને કહ્યુ હતુ કે તેઓ કોઈ ચર્ચા કરશે નહીં.
મહત્વપૂર્ણ છે કે વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ-21 યુદ્ધવિમાન બુધવારે સવારે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવવા દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. કહેવામાં આવે છે કે તે વિંગ કમાન્ડર અભિનંદન જ હતા કે જેમણે પોતાના મિગ-21થી પાકિસ્તાનના એફ-16ને ધૂળ ચટાડી હતી. પોતાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તેઓ ઈજેક્ટ થઈ ગયા હતા અને પાકિસ્તાનની સીમામાં તેઓ લેન્ડ થયા હતા. ત્યારથી તેઓ પાકિસ્તાનમાં છે. જણાવવામાં આવે છે કે ભારતીય વાયુસેનાના અધિકારીઓની એક ટુકડી શુક્રવાર સાંજે વાઘા બોર્ડર પર વિંગ કમાન્ડર અભિનંદને લેવા માટે હાજર રહેશે.