Site icon Revoi.in

શ્રીલંકા પ્રવાસઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ મુંબઈ પહોંચ્યાં

Social Share

મુંબઈઃ શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમ મુંબઈ પહોંચી ચુકી છે. કોલંબો માટે ઉડાન ભર્યા પહેલા શિખર ધવનની આગેવાનીવાળી આ ટીમ તા. 28મી જૂન સુધી ક્વોરન્ટીન રહેશે. આ દરમિયાન ટીમને છ વાર આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. કોલંબો પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયા હોટલમાં 3 દિવસ હોટલમાં જ રોકાણ કરશે. ત્યાર બાદ ટ્રેનિંગ લઈ શકશે.

બીસીઆઈએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, શ્રીલંકાના પ્રવાસ જનાર તમામ ખેલાડીઓ મુંબઈ આવી રહોંચ્યાં છે. ટીમમાં નવા ચહેરા જોઈને સારુ લાગે છે. બીસીસીઆઈએ ટ્વીટર ઉપર કેટલાક ખેલાડીઓના ફોટોગ્રાફ પણ શેર કર્યાં છે. ફોટોગ્રાફમાં કેપ્ટન શિખર ધવન, ક્રુણાલ પંડ્યા સહિતના અન્ય ખેલાડીઓ નજરે પડે છે.

બીસીસીઆઈ તા. 10મી જૂનના રોજ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચ ખેલાડીઓ પહેલીવાર ભારતીય ટીમમાં શામિલ થયાં છે. જેમાં ગૌત્તમ, દેવદત્ત પડીક્કલ, નીતિશ રાણા, ઋતુરાજ ગાયકવાડ અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. ભારતીટ ટીમની કપ્તાની શિખર ધવનને સોંપવામાં આવી છે. જ્યારે ભુવનેશ્વરને ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે.

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસમાં તા. 13 જુલાઈથી 3 વન-ડે અને 3 ટી-20 મેચ રમશે. તમામ મેચ કોલંબોમાં જ રમાશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહએ પુષ્ટી કરી હતી કે, રાહુલ દ્રવીડ જુલાઈમાં શ્રીલંકા પ્રવાસમાં સિમીત ઓવરોની મેચમાં કોચ હશે.

શિખર ધવન(કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડીક્કલ, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નિતીશ રાણા, ઈશાન કિશન, સંજુ સેમસન, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રુણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવતી, ભુવનેસ્વર કુમાર, નવદીપ સૈની, દીપક ચાહર, ચેતન સકારિયા.