Site icon Revoi.in

એપ્રિલમાં 1.08 કરોડ ઘરેલું મુસાફરોએ કરી હવાઈ સફર,માર્ચ કરતાં બે ટકા વધુ: DGCA

Social Share

દિલ્હી:દેશમાં એપ્રિલ, 2022 દરમિયાન લગભગ 1.08 કરોડ મુસાફરોએ સ્થાનિક ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરી હતી.આ આંકડો માર્ચની સરખામણીએ બે ટકા વધુ છે.ત્યારબાદ 1.06 કરોડ સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી.ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે તેના માસિક નિવેદનમાં જણાવ્યું હતું કે,એપ્રિલમાં તમામ એરલાઇન્સમાં સીટ ભરવાનો દર 78 ટકાથી વધુ હતો.

DGCA ડેટા અનુસાર સ્પાઈસજેટ, ઈન્ડિગો, વિસ્તારા, ગોફર્સ્ટ, એર ઈન્ડિયા અને એરએશિયા ઈન્ડિયાએ અનુક્રમે 85.9 ટકા, 78.7 ટકા, 82.9 ટકા, 80.3 ટકા, 79.5 ટકા અને 79.6 ટકા સીટ બુકિંગ રેટ નોંધ્યા છે. નોંધપાત્ર રીતે, કોવિડ -19 મહામારીને કારણે ઉડ્ડયન ક્ષેત્ર છેલ્લા બે વર્ષમાં મુસાફરી પ્રતિબંધોથી પ્રભાવિત છે.

ડીજીસીએએ જણાવ્યું હતું કે,એપ્રિલમાં દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ એકલા 64.11 લાખ ડોમેસ્ટિક પેસેન્જરોને હવાઈ માર્ગે લઈ ગયા હતા.આ મહિનામાં કુલ સ્થાનિક હવાઈ પરિવહનના આ 58.9 ટકા છે. બીજી તરફ, ગો ફર્સ્ટ 11.09 લાખ મુસાફરો સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત, એરએશિયા ઈન્ડિયા દેશના ચાર મોટા શહેરો….બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈના એરપોર્ટ પર 94.8 ટકા ઓન-ટાઇમ ફ્લાઈટ ઓપરેશન્સ સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર છે.