ભાવનગર: જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં રવિ સીઝનના ફસલની ધૂમ આવત થઈ રહી છે. શનિવારે મહુવા યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. જેમાં એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, ઉપરાંત લીલા નાળિયેરની આવક નોંધાઈ હતી.
ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે ગણાય છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું હતુ. ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડીહાઇડ્રેશનના કારખાના હોવાથી ભાવ પણ સારો મળતા યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં શનિવારે લાલ ડુંગળીના ઢગલા થયા હતા. જેમાં યાર્ડમાં સફેદ ડુંગળીના 51,585 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 240 રૂપિયાથી લઈને 297 રૂપિયા સુધીના બોલાયા હતા. જ્યારે લાલ ડુંગળીના 79,000 કટ્ટાની આવક થઈ હતી પ્રતિ એક મણના ભાવ 134 રૂપિયાથી લઈને 285 રૂપિયા સુધી નોંધાયા હતાં. આ ઉપરાંત મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મણના નીચા ભાવ 990 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,476 રૂપિયા સુધી રહ્યા હતા.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી પણ શરૂ કરવામાં આવી છે. પ્રતિ એક મણના ભાવ 555 થી લઈ ને 667 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત, બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 462 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 550 રૂપિયા સુધીના નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના 2,000 રૂપિયાથી લઈને 2,912 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના 130 ગાસડીની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના ભાવ 1,000 રૂપિયાથી લઈને 1,340 રૂપિયા સુધીના નોંધાયા હતા. યાર્ડમાં લીલા નારિયેળના 10,700 નંગ ની આવક થઇ હતી. 100 નંગના નીચા ભાવ 448 રૂપિયા રહ્યા હતાં. ઊંચા ભાવ 1,448 રૂપિયા સુધી નોંધાયા હતાં. યાર્ડમાં સોયાબીનના 17 કટ્ટાની આવક થઇ હતસે એક મણના ભાવ 735 રૂપિયાથી લઈને 885 રૂપિયા સુધી નોંધાયા હતાં.