Site icon Revoi.in

અમદાવાદના દાણીલીંમડામાં સવા કિલો ડ્રગ્સ, અને બે હથિયાર સાથે 40 કારતૂસ પકડાયા

Social Share

અમદાવાદઃ શહેરના દાણીલીમડાં વિસ્તારમાં ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું સવા કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે. એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 પિસ્તોલ અને 40 કારતૂસ પણ જપ્ત કરવામાં આવી છે અને ડ્રગ્સ પેડલર પાસેથી રૂપિયા 18 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે, પોલીસે ડ્રગ્સ સપ્લાયર ઝીશન દત્તા પાવલેની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. આરોપી ભૂતકાળમાં અનેક ગુનામાં સંડોલાયેલો છે.

અમદાવાદ શહેરમાં ડ્રગ્સની બદી એટલી વધી ગઈ છે કે આજે સતત બીજા દિવસે એમડી ડ્રગ્સ ઝડપાયું છે. બુધવારે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી રૂ. 25.68 લાખના એમડી ડ્રગ્સ સાથે ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ થયા બાદ ગણતરીના કલાકોમાં જ શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે એક શખસને સવા કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીના કબજામાંથી પોલીસે બે હથિયાર અને 40 જીવતા કાર્ટિઝ પણ મળી આવ્યાં હતાં. દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો?, તેની પાસેથી ઝડપાયેલાં હથિયારનો ક્યાં ઉપયોગ કરવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઈમબ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના દાણીલીંમડા વિસ્તારમાં એમડી ડ્રગ્સ, બે હથિયારો અને 40 જીવતા કાર્ટીસ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, આરોપી ઝીશન દત્તા પાવલે ભૂતકાળમાં  8 ગંભીર ગુનામા સંડોવાયેલો છે જેમાં બે ગુનામાં તે ફરાર હતો. ક્રાઈમબ્રાંચ આરોપીને રિમાન્ડ પર લઈને અનેક ગુનાના ભેદ ઉકેલશે. સાથે સાથે ડ્રગ્સ કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

 અમદાવાદ એસઓજીએ મંગળવારે રાત્રે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં દરોડો પાડી રૂ. 25 લાખના ડ્રગ્સ સાથે ડ્રગ્સ સિન્ડિકેટના 6 સભ્યોને ઝડપી પાડ્યા હતા. તેના ગણતરીના કલાકોમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ઝિશાન દત્તા પવલે નામના એક શખ્સને રૂ. 1.30 કરોડની કિંમતના 1 કિલો 230 ગ્રામ એમડી ડ્ર્ગસ સાથે ઝડપી પાડ્યો હતો. દાણીલીમડા વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીના કબજામાંથી પોલીસે 2 હથિયાર, 40 જીવતા કાર્ટિઝ અને 18 લાખ રૂપિયા કબજે કર્યા છે. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલો આરોપી હથિયારનો શું ઉપયોગ કરવાનો હતો તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.