Site icon Revoi.in

આગામી બે દિવસમાં રશિયાથી સ્પુતનિક-વી વેક્સિનના 1.5 લાખ ડોઝ ભારત આવશે, જુલાઈ સુધી એક કરોડ ડોઝના સપ્લાયનું લક્ષ્ય

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે કેન્દ્રની સરકારે વેક્સિનેશનને તેજ બનાવ્યું છે,કોરોનાની બીજી લહેરથી દેશમાં ગંબીર પરિસ્થિતિ સર્જાય છે. તે જ સમયે, ભારત સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર, કે. વિજય રાઘવને કોરોનાની ત્રીજી તરંગ માટે તૈયાર રહેવા જણાવ્યું છે.આ બાબતને લઈને દેશમાં ચિંતા વ્યાપી છે.ત્યારે વેક્સિનને લઈને અનેક રાહતના સમાચાર પણ મળી રહ્યા છે

દેશની આ ગંભીરત સ્થિતિમાં રશિયા આ કટોકટીમાંથી  ભારતને બહાર લાવવા માટે સહકાર આપી રહ્યું છે, જે અંતર્ગત  આવતા બે દિવસમાં સ્પુકનિક-વી વેક્સિનના 150,000 ડોઝની બીજી ખેપ ભારતને મોકલી રહ્યું છે. બંને દેશો વચ્ચેની વાતચીત મુજબ રશિયા જૂન સુધીમાં 5 મિલિયન અને જુલાઈમાં 10 મિલિયન સ્પુતનિક-વી વેક્સિનના ડોઝ ભારતને મોકલાવી તૈયારી કરી રહ્યું છે.

રશિયા ભારતની મદદ માટે વેક્સિનની સાથએ સાથે  4 ઓક્સિજન ટ્રક્સ પણ રવાના કરવાની તૈયારી કરી રહ્યું છે. નવી દિલ્હી અને મોસ્કો સ્થિત રાજદબતોએ આપેલી માહિતી પ્રમાણે આ ઓક્સિજન ઉત્પાદન કરનારા આ ટ્રકોમાં પ્રતિ કલાક 70 કિલોગ્રામ અને દિવસમાં 50 હજાર લિટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ અઠવાડિયાના અંત સુધીમાં, રશિયા તેના આઈએલ-76 વિમાનથી આ 4 ઓક્સિજન ટ્રક્સ ભારતને મોકલશે.

ભારતમાં રશિયાની વેક્સિન સ્પુતનિક-વીના ઉપયોગની મંજૂરી પછી, રશિયાથી આ વેક્સિનની પ્રથન ખેપ 1 મે ના રોજ ભારત મોકલવામાં આવ્યો હતો. તે જ દિવસે, દેશમાં 18 થી 44 વર્ષની વયના લોકોએ વેક્સિન આપવાનું કાર્ય. હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દેશની સરકાર કોરોનાને પહોંચી વળવા માટે વેક્ર્સિનેશનની જે 45 વર્ષથી વધુના લોકોની વય મર્યાદા હતી તેને બદલી છે અને 18 થી ઉપરના તમામ લોકોને વેક્સિન ઉપલબ્ધ કરાવી છે,જેને લઈને વધુને વધુ લોકો વેક્સિન લે અને કોરોનાની આ લડાઈમાં આપણે મક્કમતા સાથે આગળ વધી શકી છે, અને કોરોનાને માત આપી શકીએ