‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 1.6 લાખ પોસ્ટ ઓફીસ દ્રારા રાષ્ટ્રધ્વજનું વેંચાણ કરાશે
કેન્દ્રની સરાકર દ્રાર હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે 15મી ઓગસ્ટને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘર ઘર સુઘી તિરંગો પહોંચાડવા માટે સરાકરે તેનું વેચાણ કરવા માટે પોસ્ટ ઓફીસને ભલામમ કરી છે.
વિતેલા વર્ષ દરમિયાન પણ પોસ્ટ વિભાગે ઝુંબેશને છેલ્લે સુધી પ્રોત્સાહન આપીને દેશના દૂરના ખૂણે રાષ્ટ્રધ્વજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી હતી. આ ઉત્સાહ અને દેશભક્તિને ચાલુ રાખવા માટે સરકાર 13 થી 15 ઓગસ્ટ 2023 દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દેશની સરાકર દ્રારા ઘર ઘરના લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવા માટે, ભારતીય ટપાલ વિભાગ ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવા માટે તેની 1.6 લાખ પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવા જઈ રહ્યું છે.
આ બાબતને લઈને સંદેશાવ્યવહાર મંત્રાલય દ્વારા એક નિવદેન પણ આપવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિતેલા વર્ષે ભારત સરકારે સ્વતંત્રતાના અમૃત મહોત્સવના નેજા હેઠળ ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું હતું. ગયા વર્ષે આ અભિયાન ખૂબ જ સફળ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન 23 કરોડ પરિવારોએ શારીરિક રીતે તેમના ઘરે ત્રિરંગો ફરકાવ્યો અને 6 કરોડ લોકોએ HGT વેબસાઇટ પર સેલ્ફી અપલોડ કરી.
ઉલ્લેખનીય છે કે ગર ઘર તિરંગા હેઠળ પોસ્ટ વિભાગે ઝુંબેશને છેલ્લા માઈલ સુધી લઈ ગઈ અને દેશના દૂરના ખૂણે રાષ્ટ્રધ્વજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી.આ અંતર્ગત દેશની 1.6 લાખ પોસ્ટ ઓફિસમાંથી ત્રિરંગાનું વેચાણ સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસમાં ધ્વજનું વેચાણ ટૂંક સમયમાં શરૂ થશે તમામ લોકો અહીથી રાષ્ટ્રીય ધ્વજની ખરીદી કરી શકશે.