કોરોના મહામારીને પગલે લોકોના વૈશ્વિક આયુષ્યમાં 1.6 ટકાનો ઘટાડો
નવી દિલ્હીઃ કોરોના મહામારીએ માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ સમાજના દરેક પાસાઓ પર ઊંડી અસર છોડી છે. સંશોધકોએ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ખુલાસો કર્યો છે કે આ રોગચાળાએ વિશ્વભરના લોકોના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી છે, જેના કારણે વિશ્વના વિવિધ પ્રદેશોમાં સરેરાશ વયમાં ઘટાડો થયો છે. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, કોરોનાએ વૈશ્વિક આયુષ્યને નોંધપાત્ર રીતે અસર કરી છે.
ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ સ્ટડી (GBD) 2021ના ડેટા અનુસાર, 2019 અને 2021 વચ્ચે વૈશ્વિક આયુષ્યમાં 1.6 વર્ષનો ઘટાડો થયો છે. આ આંકડો આરોગ્ય સુધારણાના અગાઉના વલણોમાંથી અચાનક ફેરફાર દર્શાવે છે. આ આંકડા પુખ્ત વયના લોકો માટે ડરામણા છે, જ્યારે બાળકોના મૃત્યુદરમાં ઘટાડો થવાની સકારાત્મક ઝલક પણ સામે આવી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2019ની સરખામણીમાં 2021માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં 7%નો ઘટાડો થયો છે. ડેટા અનુસાર, 2021માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ 2019ની સરખામણીમાં અડધા મિલિયન ઓછા હતા.
યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનની ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHMI) ખાતે હેલ્થ મેટ્રિક્સ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ઑસ્ટિન ઇ. શુમેકરે જણાવ્યું હતું કે પુખ્ત વયના લોકો માટે કોરોનાની અસર છેલ્લા 50 વર્ષમાં જોવા મળેલી કોઈપણ ઘટના કરતાં વધુ છે, જેમાં યુદ્ધ અને કુદરતી આફતોનો પણ સમાવેશ થાય છે.
(PHOTO-FILE)