Site icon Revoi.in

દેશમાં 24 કલાકમાં કોરોનાના 1.07 લાખ કેસ નોંધાયા – સક્રિય કેસોમાં પણ ઘટાડો

Social Share
  1. છેલ્લા 24 કલાકમાં 1.07 લાખ કેસ સામે આવ્યા
  2. સકારાત્મકતા દર 7.42 ટકા
  3. કોરોનાના કેસોમાં રાહત

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં રાહત જોવા મળી લહી છે, આ સાથે જ દેશમાં રસીરકણ પણ મોટા પાયે થી રહ્યું છે આવી સ્થિતિમાં દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેરની ગતિ ઘીમી પડેલી જોય શકાય છે

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોનાના 1 લાખ 7 હજાર 474 નવા કેસ નોંધાયા છે. જ્યારે સક્રિય કેસ હાલમાં 12 લાખ 25 હજાર 11 જોવા મળી રહ્યા છે.

કોરોનાના રિકવરી  રેટની જો વાત કરીએ તો તે હાલમાં 95.91 ટકા જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 13 હજાર 246 લોકોએ કોરોનાને માત આપી છે એટલે કે તેઓ કોરોનામાંથી  સાજા થયા છે. આ સાથે દેશમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 4 લાખને પણ પાર પહોંચી ચૂકી છે