Site icon Revoi.in

પર્યાવરણના જતન માટે પોરબંદરના દરિયા કાંઠા વિસ્તારમાં એક લાખ ચેરીના વૃક્ષો વવાશે,

Social Share

પોરબંદરઃ ગુજરાતમાં દરિયા કાંઠો ધોવાતો જાય છે. ઉપરાત દરિયા કાંઠાની જમીનોમાં ખારાશનું પ્રમાણ પણ વધતું જાચ છે. આ સમસ્યાનું નિવારણ એ જ છે. કે, કાંઠા વિસ્તારામાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું, વધુ વૃક્ષોને લીધે જમીનમાં ખારાશનું પ્રમાણ પણ અટકી જશે. ઉપરાંત દરિયાઇ વિસ્તારોમાં વારંવાર વાવાઝોડા તેમજ કમોસમી વરસાદ સહિતની કુદરતી આપદાઓ જોવા મળી રહી છે. કલાઇમેન્ટ ચેન્જની આડઅસરોને રોકી શકાય તે માટે પોરબંદર જિલ્લાનાં દરિયા કાંઠે આવેલા ગામોમાં આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડિયા અને એરિકસન ગ્લોબલ સર્વિસ દ્વારા કલાઇમેન્ટ ચેન્જ અંતર્ગત 1 લાખ ચેરના વૃક્ષોના વાવેતરનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

દેશ અને દુનિયામાં કલાઇમેન્ટ ચેન્જના કારણે હાલમાં સૌથી વધુ નુકશાન દરિયા કાંઠાના વિસ્તારોમાં થઇ રહ્યું છે. જેની અસરોના ભાગરુપે જ પોરબંદર સહિત રાજ્યનાં દરિયાઇ વિસ્તારોમાં વારંવાર વાવાઝોડા તેમજ કમોસમી વરસાદ સહિતની કુદરતી આપદાઓ જોવા મળી રહી છે. કલાઇમેન્ટ ચેન્જની આડઅસરોને રોકી શકાય તે માટે પોરબંદર જિલ્લાનાં દરિયા કાંઠે આવેલ ગામોમાં આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડિયા અને એરિકસન ગ્લોબલ સર્વિસ દ્વારા કલાઇમેન્ટ ચેન્જ અંતર્ગત 1 લાખ ચેરના વૃક્ષોના વાવેતરનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લાના દરિયા કાંઠાના ગામો કે જ્યાં ગ્લોબલ વોર્મિગના કારણે કુદરતી આપત્તીઓની શક્યતાઓ છે. તેવા ગામોમાં કુદરતી રીતે આ પરિસ્થિતિને કઈ રીતે બદલી શકાય તેવા હેતુથી પોરબંદર જિલ્લાના મિયાણી ગામ ખાતે બ્રહ્માજી મંદિરની પાછળ આવેલા ખાડી વિસ્તારમાં એરિક્સન અને આગાખાન એજન્સી ફોર હેબિટેટ ઈન્ડિયાએ સાથે મળી બાયોડાયવર્સિટી એન્ડ ઈકોસિસ્ટમ-બેઝ્ડ ક્લાઈમેટ ચેન્જ એડેપ્ટેશન પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો.  મિયાણી ખાતે યોજાયેલા આ પ્રોજેક્ટ લોન્ચ કાર્યક્રમમાં આગા ખાન એજન્સી ફોર હેબીટેટ ઈન્ડિયા અને એરિક્સન ઈન્ડિયા ગ્લોબલ સર્વિસિસના હોદ્દેદારોએ દ્વારા પણ ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં અહી ગ્રામ સખી મંડળની બહેનોના સહયોગથી આશરે પચાસ હજાર જેટલા ચેરના વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એરિક્સન ઈન્ડિયા ગ્લોબલ સર્વિસિસના ડિરેક્ટર અભય કુમાર વૈશે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં 1 લાખ ચેરના વૃક્ષોનું વાવેતર કરીશું. હાલમાં 50 હજાર ચેરના વૃક્ષોનું વાવેતર થઈ ચુક્યુ છે અને વધુ 50 હજાર ચેરના વૃક્ષો લગાવીશું.આ ચેરના વૃક્ષોના વાવેતરના કારણે આ વિસ્તારમાં બાયોડાયવર્સિટી વધશે અને સમુદ્રના મોજાઓને પણ રોકી શકીશુ.