શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં લગભગ 10-12 કિલો વજનનું IED મળી આવ્યું છે. પોલીસનું કહેવું છે કે, IED રિકવર થવાથી મોટી આતંકવાદી ઘટના ટળી છે.સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી IED જપ્ત કર્યું છે
આ અંગેની માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું છે.જેમાં લખ્યું હતું કે, “પોલીસના ચોક્કસ ઇનપુટ પર ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી લગભગ 10-12 કિલોનો IED મળી આવ્યો હતો.પોલીસ અને સેના તેને નષ્ટ કરવા માટે કામ કરી રહી છે.એક મોટી આતંકવાદી ઘટના ટળી છે”.
જૂન મહિનામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં, સુરક્ષા દળોએ 15 કિલો IED કબજે કરી અને ગુનામાં સંડોવાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ મોટી દુર્ઘટના ટળી ગઈ.
આ સંબંધમાં સંયુક્ત ટીમે બંને આતંકીઓની ઓળખ મોહમ્મદ યુનિસ મીર પુત્ર પરવેઝ અહેમદ મીર અને જાન મોહમ્મદ ગની પુત્ર ગુલામ નબી ગની તરીકે કરી હતી. બંને અરર્મુલ્લાહ પુલવામા ગામના રહેવાસી છે.તેમજ કાયદાની સંબંધિત કલમો હેઠળ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી.