Site icon Revoi.in

મહારાષ્ટ્રના ભંડારાની સરકારી હોસ્પિટલમાં લાગી ભયાનક આગ: 10 બાળકો જીવતા ભુંજાયા

Social Share

મુંબઈ: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. દર્દનાક ઘટનામાં 10 બાળકો જીવતા ભુંજાયા હતા.

મળતી માહિતી મુજબ, ભંડારા જિલ્લા હોસ્પિટલના સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 10 નવજાત બાળકોનો ભોગ લેવાયો હતો. જયારે 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.

અહેવાલો મુજબ, આગ શોટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. હોસ્પિટલના સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં ધુમાડો દેખાયા બાદ જ્યારે નર્સે વોર્ડનો દરવાજો ખોલ્યો, ત્યારે તેણે ભીષણ આગ જોઈ.ત્યારબાદ નર્સે તુરંત હોસ્પિટલના અધિકારીઓને જાણ કરી હતી.

બનાવની જાણ થતા ફાયર ફાઇટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી હોસ્પિટલના લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી દરમિયાન વોર્ડમાં હાજર 17 માંથી 7 બાળકોનો બચાવ થયો હતો.

-દેવાંશી