કઝાકિસ્તાનના સેન્ય શસ્ત્રાગારમાં ધમાકેદાર એક પછી એક 10 બ્લાસ્ટઃ 9 લોકોના મોત.90થી વધુ લોકો ઘાયલ
- કઝાકિસ્તાનના બારુદ ગોળાના ગોદાનમાં વિસ્ફોટ
- આ વિસ્ફોટમાં 9 લોકોના મોત
- 90થી વધુ ઘાયલ થયા હોવાની માહિતી
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ બહાર વિસ્ફોટ થયા બાદ સ્થિતિ ખૂબ ખરાબ જોવા મળી રહી છે,ભઆરત અમેરિકા બ્રિટન જેવા દેશો અહીંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયત્નોમાં લાગ્યા છે,આ સ્થિતિ વચ્ચે ગુરુવારના રોજ થયેલા બ્લાસ્ટથી સમગ્ર વિશઅવના દેશો વિચાર કરવા મજબૂર બન્યા છે, ત્યારે ઘટનાના થોડાક સમય પછી ત્યાંથી હજારો કિલો મીટર દૂર દક્ષિણ કઝાકિસ્તાનમાં સૈન્ય શસ્ત્રાગાર માં ભયાનક વિસ્ફોટ થયો હતો.
કઝાકિસ્તાનના બારુદ ગોળાના ગોડાઉનમાં થયેલા આ ભયાનક વિસ્ફોટમાં ૯ કર્મચારીઓના મોત નીપજ્યા હતા અને ૯૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયે આપેલી માહિતી મુજબ સૈન્ય શસ્ત્રાગાર પર એક પછી એક એમ કરીને કુલ ૧૦ વિસ્ફોટ થયા હતા.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પ્રાંતના જામ્બિલમાં સૈન્ય બેઝ પર ગુરુવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આગની મોટી લપેટો જોવા મળી હતી,થોડી જ વારમાં આ આગે રોદ્ધ સ્વરુપ ઘારમ કરી લીઘુ હતું.
મંત્રાલયે શરૂઆતમાં માત્ર 6 વિસ્ફોટ થયા હોવાનું કહ્યું હતું. પરંતુ અન્ય કેટલાક અહેવાલમાં ૧૦થી વધુ વિસ્ફોટ થયા હોવાનું જણાવાયું છે. આ વિસ્ફોટોનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે આગનું સ્વરુપ કેટલું ભયાનક રહ્યું હતું.મળતી માહિતી પ્રમાણે આ વિસ્ફોટમાં ચાર સૈનિકો સહિત કુલ ૯ લોકોનાં મોત થયા હોવાના એહવાલ સામે આવ્યા છે.