- ન્યૂયોર્કમાં ફાયરિંગની ઘટના
- 18 વર્ષના યપવકે કર્યો અંઘાઘુઘ ગોળી બાર
- 10 લોકોના મોતના એહેવાલ
દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ફાયરિંગની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે ત્યારે ફરી એક આવી જ ઘટના બનવા પામી હતી જેમાં ઓછામાં ઓછા 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનો ખુલાસો થયો છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે એમેરિકાના ન્યૂયોર્કમાંવિતેલા દિવસને શનિવારે એક સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબારમાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ગોળીબાર એક 18 વર્ષના યુવક પર દ્રારા કર્યો હોવાનો આરોપ છે.
બફેલો સિટી પોલીસ કમિશનરે ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હેલ્મેટ અને ગિયર પહેરેલા બંદૂકધારી હત્યાકાંડ પછી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે કહ્યું કે આ હુમલામાં 10 લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતોમાં મોટાભાગના અશ્વેત હતા.
આ ઘટના બફેલો શહેરમાં બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. કેસ હેટ ક્રાઇમનો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વંશીય હુમલાથી પ્રેરિત ગોરા યુવકે અશ્વેતો પર ગોળીબાર કર્યો હતો. આરોપીઓએ ફાયરિંગનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું.છેવટે પોસીલે આરોપીને ઝડપી લીધો છે.