Site icon Revoi.in

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 10 નક્સલવાદી ઠાર મરાયાં

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભ્યાન શરૂ કર્યું છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ છત્તીસગઢના સુકમામાં અભિયાન હાથ ધરીને 10 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં છે. તેમજ તપાસમાં મારક હથિયારો પણ મળી આવ્યાં છે. સુરક્ષા એજન્સીઓએ વધુ નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુકમા જિલ્લાના થાના ભેઝ્ઝી વિસ્તારમાં નક્સવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી હતી. દરમિયાન સુરક્ષાદળો અને નક્સલવાદીઓ સામે અથડામણ થઈ હતી. બંને વચ્ચે સામ-સામે ધાણીફુટ ગોળીબાર થયો હતો. અથડામણમાં 10 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. તેમજ ઘટના સ્થળ પરથી 3 ઓટોમેટિક રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યાં હતા.

બસ્તરના આઈજી પી.સુંદરરાજએ જણાવ્યું હતું કે, છત્તીસગઢના દક્ષિણી સુકમામાં ડીઆરજી સાથે અથડામણમાં 10 નક્સલવાદીઓ ઠાર મરાયાં છે. તેમજ સ્થળ પરથી INSAS, AK-47, SLR તથા અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે. તેમજ સમગ્ર વિસ્તારમાં હાલ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

(PHOTO-FILE)