Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 10% અનામત, પછાત વર્ગ પંચનો રિપોર્ટ મંજૂર

Social Share

મુંબઈ: મરાઠા અનામત પર મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે મરાઠા સમુદાયને અનામત આપવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે. તેના પ્રમાણે, રાજ્યમાં મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપવામાં આવશે. રાજ્ય પછાત વર્ગ પંચ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને એકનાથ શિંદે સરકારના કેબિનેટે મંજૂરી આપી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રથી પહેલા મંગળવાર સવારે એકનાથ શિંદેની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. તેમાં પછાત વર્ગ પંચના રિપોર્ટને મંજૂરી આપવામાં આવી. આ સાથે વિશેષ સત્રમાં મરાઠા અનામત બિલને પણ રજૂ કરવામાં આવશે. તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગના મુખ્ય ન્યાયાધીશ શુક્રેએ મરાઠા સમુદાયને સામાજીક અને આર્થિક સ્થિતિ પર પંચના સર્વેક્ષણ રિપોર્ટની રાજ્ય સરકારને સોંપણી કરી હતી.

પછાત વર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મરાઠા સમુદાય પછાત છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવી અસાધારણ પરિસ્થિતિઓમાં પણ  છે, જેમાં 50 ટકાથી વધારે અનામતની આવશ્યકતા હોય છે. રાજ્યમાં 28 ટકા લોકો મરાઠા સમુદાયમાંથી છે. મરાઠા શિક્ષણ અને નોકરીઓમાં અનામતની માગણી કરી રહ્યા છે.

પંચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હાલ લગભગ 52 ટકા અનામતમાં મોટી સંખ્યામાં જાતિઓ અને સમૂહ સામેલ છે. રાજ્યની મોટી વસ્તી પહેલેથી જ અનામત શ્રેણીનો ભાગ છે. આમ મરાઠા સમુદાય, જે રાજ્યમાં 287 ટકા છે, તેને અન્ય પછાત વર્ગમાં રાખવા અસામાન્ય હશે.

મરાઠા સમુદાયની વિભિન્ન માગણીઓ પર ચર્ચા માટે 20મી ફેબ્રુઆરીએ એક દિવસીય વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું છે. મનોજ જરાંગેની માગણી છે કે કુનબી મરાઠાઓના રક્ત સંબંધીઓને કુનબી જાતિ પ્રમાણપત્ર આપવાને લઈને મુસદ્દાના નોટિફિકેશનને કાયદામાં બદલવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ગત એક વર્ષમાં ચાર વાર મનોજ જરાંગે મરાઠા સમુદાયને ઓબીસી સમૂહની અંદર અનામત અપાવવાની માગણી સાથે ભૂખ હડતાળ કરી ચુક્યા છે.

ગત મહિને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એલાન કર્યું હતું કે જ્યાં સુધી મરાઠાઓને અનામત નહીં મળે, ત્યાં સુધી તેમને ઓબીસીના મળી રહેલા તમામ લાભ મળશે. આના સંદર્ભે રાજ્ય સરકારે એક મુસદ્દા અધિસૂચના પણ જાહેર કરી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મરાઠા વ્યક્તિના રક્ત સંબંધી પાસે એ દર્શાવવાનો રેકોર્ડ છે કે તે કૃષક કુનબી સમુદાયના છે, તો તેને પણ કુનબી તરીકે માન્યતા આપવામાં આવશે.

કૃષક કુનબી સમુદાય ઓબીસી હેઠળ છે અને જરાંગે પણ તમામ મરાઠાઓ માટે કુનબી પ્રમાણપત્રની માગણી કરી રહ્યા છે. જેનાથી તમામ મરાઠાઓને રાજ્યમાં ઓબીસી શ્રેણી હેઠળ અનામત મળી શકે.

મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર સરકારે 2018માં સામાજીક અને શૈક્ષણિક સ્વરૂપે પછાત વર્ગ માટે મહારાષ્ટ્ર રાજ્ય અનામત અધિનિયમ લાગુ કર્યો હતો. જેનાથી મરાઠા સમુદાયને શિક્ષણ અને નોકરીઓમાં અનામતની જોગવાઈ હતી. જો કે આને બોમ્બેહાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યું હતું. પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે આ કાયદાને ગેરકાયદેસર ગણાવીને રદ્દ કર્યો હતો.