- ડિસામાં ઠંડી રેકોર્ડ બ્રેક
- માઉન્ટ આબુમાં છવાય બરફની ચાદર
- આબુમાં માઈનલ 4.05 ડિગ્રી તાપમાન નોંધાયુ
અમદાવાદઃ-સમગ્ર દેશમાં ઠંડીએ જોર જમાવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ઠંડીએ પોતાના ચમકારો બતાવ્યો છે, હાલ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયેલો જોવા મળ્યો છે,આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 2 દિવસ સુઘી ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે.
ગુજરાતના શહેરો કચ્છ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં શીત લહેરએ માજા મૂકી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનું જોર વધતાની શક્યતાઓ હજી પણ છે, ત્યારે ફરવા લાયક લોકોનું પસંદીદા સ્થળ આબુ પણ ઠંડીમાં ઠપવાય રહ્યું છે
પ્રવાસીઓનુ પસંદનું સ્થળ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે માઉન્ટ આબુનું તાપમાન માઈનસ 4.05 ડિગ્રી નોંધાતા સહેલાણીઓ અને સ્થાનિક લોકો પણ ઠંડીમાં ઠુંઠવાયા હતા.નકી લેક પર જાણે બરફની ચાદર પથરાયેલી જોવા મળી હતી.
સમગ્ર રાજ્યમાં ઠંડા પવન ફૂંકાતાની સાથે જ લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે લોકોને ભરપુર ઠંડીનો એહસાસ થી રહ્યો છે ગુજરાતના નલીયામાં તો જાણો શિમલા મનાલી જેવી ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે જ્યા લઘુતમ તાપમાન 2.7 ડીગ્રી નોંધાયું છે . તો સતત ઠંડા ગણાતા ડીસાનું લઘુતમ તાપમાન 6.6 ડીગ્રી નોંધાયું છે. જે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી તૂટ્યો છે. ડીસામાં છેલ્લા 10 વર્ષમાં 6.6 ડીગ્રીથી નીચું તાપમાન નોંધાયું જ નથી.માનવામાં આવી રહ્યું છે કે, ડીસામાં સૌથી વધુ ઠંડી 1986ના વર્ષમાં પડી હતી.આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ડિસેમ્બરથી ઠંડી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
સાહિન-