Site icon Revoi.in

મોરબીના સિરામિકના 100 કારખાનેદારોને નોન MGO મુજબ નેચરલ ગેસના બિલો અપાતા વિરોધ

Social Share

મોરબી: સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસને ઉદ્યોગકારો દ્વારા  ગુજરાત ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને મેળવવામાં આવે છે. જો કે, 100 જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે 10 દિવસ પહેલા કંપનીમાં અરજી કરી હતી, તો પણ કંપની દ્વારાએમજીઓ નહીં કરીને ગેસ વાપરનારા ઉદ્યોગકારોને નોન એમજીઓ મુજબના બિલ અપાતા સિરામિકના ઉદ્યોગકારોએ મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને ઉગ્ર રજુઆત કરી હતી.

સિરામિર ઉદ્યાગકારોના કહેવા મુજબ મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા બે દિવસ પહેલા જ ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર દૈનિક 80 લાખ રૂપિયા કરતાનું વધુનું ભારણ વધી ગયું છે અને તેવામાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ ગેસ કંપની દ્વારા વધુ વધારો કરવામાં આવ્યો છે.

મોરબી સિરામિક એસો.ના જણાવ્યા મુજબ  ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને અહીના ઉદ્યોગકારો ગેસ લેતા હોય છે અને એમજીઓ કરવા માટે અરજી કરવામાં આવે એટલે જેટલો ગેસ ઉદ્યોગકારો માંગે તેટલો આપવામાં આવતો હોય છે. જો કે, ગત 12 ઓગસ્ટે 100 જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે અરજી કરવામાં આવી હતી અને કારખાનેદારોએ ગેસનો વપરાશ શરૂ કર્યો હતો. જો કે, તે કારખાનેદારોને કંપનીએ એમજીઓ મુજબ નહીં પરંતુ નોન એમજીઓ મુજબ ગેસના બિલો ફટકાર્યા છે.  જેથી એમજીઓના ભાવ કરતાં તેને 14 રૂપિયા પ્રતિ કયુબિક મીટર ગેસ મોંઘો પડે છે. જેથી કરીને મોંઘવારીના સમયમાં તે કારખાનેદારો ટકી શકે તેમ નથી. જેથી સિરામિક એસો.ની આગેવાનીમાં 100 વધુ કારખાનેદારોએ ગેસ કંપનીમાં રજૂઆત કરીને તેઓના એમજીઓ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે ઉદ્યોગકારો અને આગેવાનોએ ગેસ કંપનીની ઓફિસરમાં બઘડાટી બોલાવી હતી.